ઉના શહેરમાં વન્યપ્રાણીઓની અવરજવરનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના પોષ વિસ્તાર ગણાતા ગ્રીન પાર્ક સોસાયટીમાં ગત રાત્રિના સમયે દીપડો લટાર મારતો જોવા મળતાં રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. શિકારની શોધમાં આવેલો દીપડો સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનોના આંગણા સુધી પહોંચી ગયો હોવાનું સામે આવ્યું છે.
ગત રાત્રિના સમયે દીપડાની અવરજવરથી સોસાયટીના રહીશોમાં અચાનક ફફડાટ ફેલાયો હતો. કેટલાક લોકોનીનજર દીપડા પર પડતાં તેમજ તેની હિલચાલની જાણથતાં રહીશો સાવચેત બની ગયાહતા. સોસાયટીના ગ્રુપમાં પણ તાત્કાલિક સાવચેત રહેવા અને રાત્રિના સમયે બહાર ન નીકળવા અંગેનો મેસેજ કરવામાં આવ્યો હતો.
દરમિયાન શિકારની શોધમાં સોસાયટીમાં આંટાફેરા મારતા દીપડાની સમગ્ર હિલચાલ CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. રહેણાંક વિસ્તારમાં દીપડો મકાનોની નજીક સુધી પહોંચી જતાં સોસાયટી ના રહીશોમાં ચિંતા વધી છે.ઉલ્લેખનીય છે કે, ઉના શહેર અને આસપાસના વિસ્તારોમાં અવારનવાર વન્યપ્રાણીઓ ખોરાક અને શિકારની શોધમાં માનવ વસાહતો તરફ આવી પહોંચતા હોવાના બનાવો સામે આવતા રહે છે. ખાસ કરીને રહેણાંક વિસ્તારમાં દીપડો પહોંચે ત્યારે લોકોની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા ઊભી થાય છે.
આ અંગે જસાધાર રેન્જના છઋઘ કે.સી.ચૌહાણ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, દીપડાની જે વિસ્તારમાં અવરજવર જોવા મળી રહી છે ત્યાં સ્કેનિંગ કરવામાં આવશે અને જરૂૂરી જણાશે ત્યાં પાંજરું મૂકવાની કાર્યવાહી કરવામાં આવશે.
