વિનોદનગરમાં દારૂના નશામાં બખેડો કરતા યુવક ઉપર પાડોશીનો હુમલો

શહેરમાં નવા થોરાળામાં આવેલા વિનોદનગરમાં દારૂના નશામાં બખેડો કરતા યુવકને પાડોશીએ ધોકા-પાઇપ વડે માર માર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ…

શહેરમાં નવા થોરાળામાં આવેલા વિનોદનગરમાં દારૂના નશામાં બખેડો કરતા યુવકને પાડોશીએ ધોકા-પાઇપ વડે માર માર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નવા થોરાળામાં આવેલા વિનોદનગરમાં રહેતો નરેશ ઉકાભાઇ વાઘેલા (ઉ.વ.30) દારૂના નશામાં તેના મોટાભાઇ સાથે ઝઘડો કરી ગાળો ભાંડતો હતો.
જેથી પાડોશમાં રહેતા રાજુ આલા વધેરા અને રોહીત રાજુ સહિતના શખ્સોએ ધોકા-પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત બીજા બનાવમાં કુવાડવાના બારવણ ગામે રહેતા ચમનભાઇ મોહનભાઇ સાડમીયા (ઉ.વ.50) સાંજના સમયે દારૂના નશામાં ગાળો ભાંડતા હતા. જેથી ઉશ્કેરાયેલા મોટાભાઇ ચકુભાઇ સાડમીયાએ માર માર્યો હતો. આધેડને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *