વેરાવળ નજીક ચમોડા – મલોંઢા રોડ પર દીપડાએ જાહેર માર્ગ પર ગાયનું મારણ કર્યું

વેરાવળ નજીક ચમોડા – મલોંઢા રોડ પર એક દીપડાએ જાહેર માર્ગ પર ગાયનું મારણ કર્યું હતું. આ ઘટના રાત્રીના આશરે બે વાગ્યાની આસપાસ બની હતી,…

વેરાવળ નજીક ચમોડા – મલોંઢા રોડ પર એક દીપડાએ જાહેર માર્ગ પર ગાયનું મારણ કર્યું હતું. આ ઘટના રાત્રીના આશરે બે વાગ્યાની આસપાસ બની હતી, જેનો વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ થયો છે અને હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ચમોડા ગામ નજીક મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહેલી એક ગાય પર દીપડાએ હુમલો કરી તેને શિકાર બનાવી હતી. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક કાર ચાલકે આ દ્રશ્ય જોયા હતા અને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો. સામાન્ય રીતે જાહેર માર્ગો પર સિંહોના શિકાર ના દૃશ્યો જોવા મળે છે, પરંતુ દીપડો અત્યંત ચંચળ અને શાંત સ્વભાવ હોવાથી ખુલ્લા માર્ગ પર આ રીતે શિકાર કરતો જોવા મળવો દુર્લભ છે. આ ઘટનાએ વન્યજીવ પ્રેમીઓ અને સ્થાનિકોમાં ચર્ચા જગાવી છે.વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડા સહિતના વન્ય પ્રાણીઓની અવરજવર વધી હોવાનું મનાય છે.

આવા બનાવોને કારણે ગ્રામજનો અને રાત્રીના સમયે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માં ભય અને ચિંતાનો માહોલ છે. સ્થાનિકોએ વન વિભાગને આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા અને વન્ય પ્રાણી ઓને માનવ વસવાટ વાળા વિસ્તારમાં પ્રવેશતા અટકાવવા માટે અસરકારક પગલાં લેવા માંગ કરી છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *