કનેસરા ગામે મહાદેવ મંદિરના પૂજારી ઉપર દીપડાનો હુમલો

જસદણનાં કનેસરા ગામે રહેતાં અને ગામમાં આવેલા જરીયા મહાદેવ મંદિરમાં સેવા-પુજા કરતાં સવાભાઈ ઉર્ફે સવજીભાઈ દેવાભાઈ લીંબડીયા (ઉ.50) આજે સવારે મંદિર નજીક હતાં ત્યારે દીપડાએ…

જસદણનાં કનેસરા ગામે રહેતાં અને ગામમાં આવેલા જરીયા મહાદેવ મંદિરમાં સેવા-પુજા કરતાં સવાભાઈ ઉર્ફે સવજીભાઈ દેવાભાઈ લીંબડીયા (ઉ.50) આજે સવારે મંદિર નજીક હતાં ત્યારે દીપડાએ અચાનક ધસી આવી તેમના ઉપર હુમલો કરતાં તેમને માથાના ભાગે શરીરે અને ગળામાં ઈજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભાડલા પોલીસને જાણ કરી હતી. પુજારી છેલ્લા 10 વર્ષથી જરીયા મહાદેવ મંદિરમાં સેવા પુજા કરે છે. આજે સવારે તેઓ ન્હાવા જતાં હતાં ત્યારે જ અચાનક જ દીપડાએ ધસી આવી હુમલો કર્યો હતો. પુજારી ઉપર દીપડાના હુમલાના બનાવને લઈ ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *