AI સમિટમાં યુથ કોંગ્રેસે કરેલ પ્રદર્શનના વિરોધમાં રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર
નવી દિલ્હી ખાતે ચાલી રહેલ AI Summit માં પધારેલ સમગ્ર વિશ્વના અગ્રણી ડેલીગેટસની હાજરીમાં યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવી ધુસણખોરી કરી પ્રદર્શન હોલમાં જઇ વિરોધ પ્રદર્શનના બહાને તેમણે પહેરેલા ટીશર્ટ કાઢી નિર્વસ્ત્ર થઈ નિર્લજપણું દાખવી સુત્રોચ્ચાર કરી બુધ્ધિહિન અને બેશરમ પ્રદર્શન કરવાનું અધમ કૃત્ય આચરવામાં આવેલ હતું. તેના વિરોધમાં રાજકોટ શહેર યુવા મોરચાના પ્રમુખ મીલનભાઈ લીંબાસીયા, મહામંત્રી જયકિશન ઝાલા, હિમાંશુ રાજયગુરૂૂ દ્વારા કિસાનપરા ચોક ખાતે કોંગ્રેસના રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી, કોંગ્રેસ પાર્ટી હાય હાય અને રાહુલ ગાંધી હાય હાયના બેનર અને નારા સાથે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ કારનામાનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, શહેર ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ મિયાત્રા, કૌશિકભાઈ ચાવડા, દિપાબેન કાચા, શહેર મંત્રી કિશન ટીલવા, સુનીલ ગોહિલ, ચાંદનીબેન ગોંડલીયા, ધર્મિષ્ઠાબેન વાઘેલા, કિન્નરીબેન ચૌહાણ, દંડક નેતા મનીષ રાડીયા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, શિક્ષણ સભ્ય ભગવતીબેન ધરોડીયા, વોર્ડ પ્રભારી શૈલેષ હાપલીયા, વોર્ડ પ્રમુખ સંદિપ અંબાસણા, કિસાન મોરચાના પ્રમુખ યોગેશ ભુવા, રાજકોટ શહેર મહિલા મોરચા પ્રમુખ લીનાબેન રાવલ, મહામંત્રી કિરણબેન હરસોડા, માધવીબેન જોગીયા, પૂર્વ પ્રમુખ કિરણબેન માકડીયા, રાજકોટ શહેર યુવા મોરચાના પ્રમુખ મીલનભાઈ લીંબાસીયા, મહામંત્રી જયકિશન ઝાલા, હિમાંશુભાઈ રાજયગુરૂૂ તેમજ યુવા મોરચાના પૂર્વ મહામંત્રી સહદેવ ડોડીયા, જય બોરીચા, ધ્રુવભાઈ કાકડીયા, જય દવે, અનિરૂૂધ્ધસિંહ વાળા, મોહિત શીયાર, ભાગવત શર્મા, જીતુભાઈ કુંગશીયા, રાહુલ રાઠોડ, યશ માખેલા, રોહિત બોળીયા, કશ્યપભાઈ ભટ્ટ, કિશોરભાઈ મકવાણા, ધનશ્યામભાઈ મહેતા, શુભમ લાડવા, કરણ તૈલી, કિશન સોહલા, મોહિત ભીમજીયાણી, કૃણાલ પરમાર, સંસ્કાર પટેલ, નાગજીભાઈ રાદડીયા સહિત શહેર હોદ્દેદારો, વોર્ડ પ્રભારી, વોર્ડ પ્રમુખ મહામંત્રી સાથે તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેવુ હિતષે ઢોલરિયા-શૈલેષ દવે દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
