ધારીના જળજીવડી ગામે 8 વર્ષની બાળકી ઉપર દીપડાનો હુમલો

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જળજીવડી ગામ નજીક રહેણાંક મકાનમાં 8 વર્ષની બાળકી પર દીપડાએ અચાનક હુમલો કરતાં દોડધામ મચી ગઈ હતી. વિનુભાઈ પાટડીયાની બાળકી પર…

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જળજીવડી ગામ નજીક રહેણાંક મકાનમાં 8 વર્ષની બાળકી પર દીપડાએ અચાનક હુમલો કરતાં દોડધામ મચી ગઈ હતી. વિનુભાઈ પાટડીયાની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. ઘટના સમયે પરિવારના સભ્યોની નજર સામે જ દીપડાએ બાળકી પર હુમલો કર્યો હતો. બાળકી પર દીપડો હુમલો કરી રહ્યો હતો ત્યારે પરિવારના સભ્યો તાત્કાલિક દોડી આવ્યા હતા. પરિવારજનોને આવતા જોઈ દીપડો ત્યાંથી ભાગી ગયો હતો. ઘટનાને પગલે પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

દીપડાના હુમલામાં બાળકી ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.ઘટનાની જાણ થતાં દલખાણીયા રેન્જ વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વનવિભાગની ટીમે સમગ્ર મામલે તપાસ શરૂૂ કરી દીપડાનું લોકેશન મેળવવા માટે કવાયત હાથ ધરી છે. દીપડાને ઝડપી પાડવા માટે પણ વનવિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ધારી પંથકમાં વન્યપ્રાણીઓની અવરજવર અને હુમલાની ઘટનાઓને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારો નજીક દીપડાની હાજરીને કારણે લોકોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. સ્થાનિકોમાં વનવિભાગ દ્વારા દીપડાને વહેલી તકે પકડી પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *