બાલભવનના બાલ મહોત્સવનાં બીજા દિવસે લીંબુ ચમચી સ્પર્ધા યોજાઇ

બાલભવન રાજકોટ દ્વારા તા.15-12-2024 થી 31-12-2024 દરમ્યાન 5 થી 16 વર્ષ સુધીનાં બાળકો માટે શારીરિક તેમજ માનસીક વિકાસને વેગ મળે તે હેતુસર દર વર્ષની જેમ…

બાલભવન રાજકોટ દ્વારા તા.15-12-2024 થી 31-12-2024 દરમ્યાન 5 થી 16 વર્ષ સુધીનાં બાળકો માટે શારીરિક તેમજ માનસીક વિકાસને વેગ મળે તે હેતુસર દર વર્ષની જેમ આ વર્ષે પણ રમત- ગમત તથા સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન કરી બાલમહોત્સવ ઉજવાઇ રહ્યો છે. જેના બીજા દિવસે એટલે કે તા. 16 ડિસેમ્બર-2024 સોમવારે સવારે 8:30 થી ધો. એચકેજીથી 2 નાં બાળકો માટે લીંબુ ચમચી સ્પર્ધા યોજાઇ હતી.


જેમાં બોયઝ અને ગર્લ્સ બન્નેમાં પાંચ પાંચ વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા. લીંબુ ચમચી સ્પર્ધા બોયઝ માં કિષ લુહાર – પ્રથમ, નિહાન અનદાણી – દ્વિતિય, કલરવ પંડયા – તૃતિય, દેવાંશ સગપરીયા – ચતુર્થ તેમજ ગ્રંથ શિંગાળા-પાંચમાં સ્થાને વિજેતા થયેલ જ્યારે ગર્લ્સ માં આર્યા ભગત – પ્રથમ, હેત્વી સરવૈયા -દ્વિતિય, અનન્યા બાર-તૃતિય, તહેનીયત જાફરાણી – ચતુર્થ અને કિશા હુંબલ – પાંચમાં સ્થાને વિજેતા જાહેર થયા હતા.


સ્પર્ધા માં ભાગ લીધેલ 600 જેટલા બાળકોનો ઉત્સાહ વધારવા સેન્ટ ગાર્ગી સ્કૂલ નાં સંચાલક શ્રી રમાબેન હેરમા, તથા પીનાબેન કોટક સાથે બાલભવન રાજકોટનાં ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી કિરીટભાઇ વ્યાસ અને બાળકો દ્વારા રેડ બલુન આકાશમાં ઉડાડી સ્પર્ધા ની શરૂૂઆત કરવામાં આવી. તેમજ તેઓના વરદ્ હસ્તે વિજેતા બાળકોને મેડલ, શિલ્ડ તથા સર્ટિફિકેટ અને ઇનામો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન) તથા માનદ્મંત્રી મનસુખભાઇ જોષીએ બાળકોને શુભેચ્છા પાઠવી હતી. લીબુ ચમચી સ્પર્ધા- કાર્યક્રમનું સંચાલન ધર્મેન્દ્ર પંડયા દ્વારા કરવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *