લાંબા સમયથી આંતરડાના કેન્સરથી પીડિત હતા
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને પછીથી ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે સેવા આપી ચૂકેલા હ્યુ મોરિસનું અવસાન થયું છે. તેઓ 62 વર્ષના હતા.ઘણા વર્ષો પહેલા તેમને આંતરડાના કેન્સરનું નિદાન થયું હતું. ઓપનિંગ બેટ્સમેન તરીકે, મોરિસે ઇંગ્લેન્ડ માટે ત્રણ મેચ રમી અને 1997માં ગ્લેમોર્ગનને કાઉન્ટી ચેમ્પિયન બનાવવામાં મદદ કરી , જે નિવૃત્તિ પહેલાનું તેમનું અંતિમ વર્ષ હતું. તેમણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 40.29ની સરેરાશથી 19,785 રન બનાવ્યા. ત્યારબાદ તેમણે ECBમાં 16 વર્ષ સુધી વિવિધ ભૂમિકાઓમાં સેવા આપી જેમાં પુરુષોની રાષ્ટ્રીય ટીમના સફળ યુગ દરમિયાન CEO તરીકેનો સમાવેશ થાય છે.
મોરિસના મૃત્યુના સમાચારથી ઈંગ્લેન્ડ ક્રિકેટમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ઈંગ્લેન્ડની ટીમ હાલમાં એશિઝ શ્રેણી રમવા માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ઈંગ્લેન્ડે MCG ખાતે બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, જે 2011 પછી ઓસ્ટ્રેલિયામાં તેમની પહેલી ટેસ્ટ જીત હતી.
