સાઉથના સુપરસ્ટાર વિજયનું ફિલ્મી કેરિયરને અલવિદા, રાજકારણમાં સક્રિય

અભિનેતા અને રાજકારણી થલપતિ વિજયે અભિનયમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ફિલ્મ ઉદ્યોગમાં 33 વર્ષની કારકિર્દી પછી, તેમણે હવે તેને અલવિદા કહી દીધું છે. તેમણે 10…

અભિનેતા અને રાજકારણી થલપતિ વિજયે અભિનયમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ફિલ્મ ઉદ્યોગમાં 33 વર્ષની કારકિર્દી પછી, તેમણે હવે તેને અલવિદા કહી દીધું છે. તેમણે 10 વર્ષની ઉંમરે તમિલ ફિલ્મ “વેત્રી” માં બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂૂઆત કરી હતી અને 18 વર્ષની ઉંમરે “નાલૈયા થિર્પુ” (1992) માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે મલેશિયામાં એચ. વિનોદની ફિલ્મ “જાના નાયકન” ના ઓડિયો લોન્ચ સમયે અભિનયમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

થલપતિ વિજય 51 વર્ષના છે, અને “જાના નાયકન” તેમની છેલ્લી ફિલ્મ હશે. ચાહકોને સંબોધતા તેમણે કહ્યું કે તેઓ હવે તેમના રાજકીય કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગયા વર્ષે, તેમણે પોતાનો રાજકીય પક્ષ, તમિલગા વેટ્ટી કઝગમ શરૂૂ કર્યો અને તમિલનાડુ રાજ્યની ચૂંટણી લડી.

અભિનેતાએ કહ્યું, “મારા માટે ફક્ત એક જ વાત મહત્વની છે. લોકો મારા માટે મારા થિયેટરોમાં આવે છે અને મારા માટે લાઇનમાં ઉભા રહે છે. તેથી જ હું આગામી 30-33 વર્ષ સુધી તેમના માટે ઉભા રહેવા તૈયાર છું. વિજયના આ ચાહકો માટે જ હું સિનેમામાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. મેં પહેલા દિવસથી જ તમામ પ્રકારની ટીકાઓનો સામનો કર્યો છે. પરંતુ મારા ચાહકો શરૂૂઆતથી જ મારી સાથે ઉભા રહ્યા છે અને 33 વર્ષથી મને ટેકો આપતા રહ્યા છે.

મલેશિયામાં આયોજિત કાર્યક્રમમાં પૂજા હેગડે, પ્રિયામણી, સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર, ગીતકાર વિવેક, શોબી માસ્ટર અને શેખર માસ્ટર હાજર હતા. “જાના નાયકન” માં બોબી દેઓલ પણ મુખ્ય ભૂમિકામાં છે. તે 9 જાન્યુઆરી, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *