પાલિતાણાના ભૂતિયા ગામે LCBનો દરોડો: 12.72 લાખના વિદેશી દારૂ સાથે કાર, પીકઅપ વાન જપ્ત

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.)એ આજે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે લાખાવડ બસ સ્ટેન્ડ પાછળ મઢુલી પાસે દરોડો પાડી પાલીતાણા તાલુકાના ભૂતીયા ગામના…

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.)એ આજે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે લાખાવડ બસ સ્ટેન્ડ પાછળ મઢુલી પાસે દરોડો પાડી પાલીતાણા તાલુકાના ભૂતીયા ગામના એક શખ્સ ને રૂૂ.12,72,080/-ના ભારતીય બનાવટના વિદેશી દારૂૂ તથા વાહનો સહિત ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ભૂતીયા નિવાસી ભાર્ગવભાઈ કલ્યાણભાઈ ધંધુકીયા (ઉ.વ. 30, ધંધો : ગેરેજ) પોતાની સફેદ રંગની હ્યુન્ડાઈ શ-20 કાર (રજી. નં. GJ-04-CJ-8335)માં મોટી સંખ્યામાં વિદેશી દારૂૂ લઈ ઊભો હોવાની બાતમી એલ.સી.બી. સ્ટાફને મળી હતી. જે બાતમીના આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.સી. શીંગરખીયાના માર્ગદર્શન હેઠળ ટીમે તાત્કાલિક રેઇડ હાથ ધરી હતી.

દરોડા દરમિયાન આરોપીની કાર તથા નજીકની વાડીમાંથી ’ઓક્સીજન એપલ વોડકા’ 180 ખકની કુલ 3,456 કાચની સીલબંધ બોટલો મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે આ તમામ બોટલો પર ‘For Sale in Silvassa Only’ લખેલું હતું, જે દર્શાવે છે કે દારૂૂ અન્ય રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે ગુજરાતમાં લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે ઘટનાસ્થળેથી સફેદ રંગની બોલેરો પીકઅપ (રજી. નં. GJ-26-U-0353) તથા ચોખાના ભૂસાની 12 થેલીઓ પણ જપ્ત કરી હતી, જેનો ઉપયોગ દારૂૂની બોટલો છુપાવવા માટે કરવામાં આવ્યો હોવાનું અનુમાન છે. જપ્ત કરાયેલા કુલ મુદ્દામાલની અંદાજિત કિંમત રૂૂ.12,72,080/- આંકવામાં આવી છે. આ મામલે ભાર્ગવભાઈ ઉપરાંત તેના સાથી ભરતભાઈ હિંમતભાઈ ધંધુકીયા (રહે. ભૂતીયા) તથા રાકેશ (રહે. સેલ્વાસ) વિરૂૂધ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે, જોકે બંને હાલ ફરાર છે અને તેમની શોધ ચાલુ છે.

મુખ્ય આરોપી ભાર્ગવભાઈ ધંધુકીયા અગાઉ પણ કાયદાના સકંજામાં આવી ચૂક્યો છે. તેની સામે વર્ષ 2019માં પાલીતાણા રૂૂરલ તથા ટાઉન પોલીસ સ્ટેશનમાં મારામારી અને એટ્રોસિટી એક્ટ હેઠળ બે ગુના નોંધાયેલા છે, જ્યારે ચાલુ વર્ષ 2026માં આર્મ્સ એક્ટ હેઠળ પણ તેની સામે ગુનો દાખલ થઈ ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *