રાજકોટમાં વકીલો સાથે પોલીસનો ગેરવર્તાવ અને દમનના કિસ્સાઓ વધતા જતા હોવાના વિરોધમાં બાર એસોસિએશનના નેજા હેઠળ આજે 10/45 વાગ્યે ન્યુ કોર્ટ બિલ્ડીંગના ગેટ ઉપર મોટી સંખ્યામાં સિનિયર અને જુનિયર વકીલો દ્વારા પોલીસ દમનના વિરોધમાં કાળીપટ્ટી ધારણ કરી સુત્રોચ્ચાર અને દેખાવો કરવામાં આવ્યા હતા.
આ અંગેની હકીકત મુજબ, છેલ્લા ટૂંકા ગાળામાં રાજકોટના ત્રણ વકીલોની સાથે પોલીસ ગેરવર્તન પૈકી તાજેતરમાં રાજકોટ બાર એસો.ના સભ્ય એડવોકેટ રવિભાઈ વાઘેલા, સંદીપભાઈ સતાણી, કિશોરભાઈ કણોતરા સહિતના એડવોકેટ મિત્રો સાથે પોલીસ સ્ટેશનમાં થયેલ ગેરવર્તન અને તેમની સામેની ખોટી ફરિયાદ દાખલ કરવા અંગેની કાર્યવાહી પોલીસ તરફથી થયેલ હોય તેના વિરોધમાં ગઈકાલે બાર એસોસિએશનના નેજા હેઠળ મોટી સંખ્યામાં વકીલો પોલીસ કમિશનરને મળેલા અને પોલીસ સ્ટેશનમાં પોલીસના ત્રાસ પોલીસ દ્વારા વકીલોને મારકૂટ તથા ખોટા ગુના દાખલ કરી હેરાન કરવા ખોટા મેમા આપવા કોર્ટનો ઓર્ડર હોવા છતાં ગુનામાં ન છોડવા તથા એડવોકેટ ભક્તિનગર પોલીસે એડવોકેટ કિશોર કાણોતરાને ઘરેથી લઈ જઈ દારૂૂ પાઇ માર મારેલ હોય તે ગુનાની ફરિયાદ કરેલ હોવા છતાં પણ પોલીસ કોઈ કાર્યવાહી કરતી ન હોય તેમજ સંદીપ સતાણીએ પણ ફરિયાદ કરેલ, તેમાં પણ પોલીસ કોઈ કાર્યવાહી કરતી ન હોય તથા ગઈકાલે રવિ વાઘેલાની સાથે પોલીસને માથાકૂટ કરી ખોટી રીતે ગાળાગાળી કરી ગુનો દાખલ કરી મારામારી કરી હેરાન કર્યા અંગે કમિશનરને રૂૂબરૂૂ રજૂઆત કરાતા વકીલોની રજૂઆત સાંભળી ડીસીપી દેસાઈને ચાર દિવસમાં રિપોર્ટ કરવાનો આદેશ કરેલ હતો. દરમિયાન બાર એસોસિએશન દ્વારા ગઈકાલે જ અપાયેલા મુજબ આજરોજ ઉઘડતી કોર્ટે પોલીસની કામગીરી સામે વકીલોએ કાળી પટ્ટી પહેરી કોર્ટના દરવાજે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવેલો હતો. આજરોજ વકીલો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિનિયર અને જુનિયર વકીલો હાજર રહ્યા હતા.
આજના સુત્રોચ્ચાર કાર્યક્રમમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર દિલીપ પટેલ, રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી નિલેશ પટેલની આગેવાની હેઠળ કેતન મંડ, સંજય ડાંગર, વિજય રૈયાણી, જયેન્દ્ર ગોંડલીયા, ભાર્ગવ પંડ્યા, બાર એસોના પૂર્વ પ્રમુખ પરેશ મારુ, ક્લેમ બારના પ્રમુખ નિકુંજ શુક્લ, સ્તવન મહેતા, ક્લેમ બારના પુર્વ પ્રમુખ રાજેશ મહેતા સહિતના સિનિયર અને જુનિયર વકીલો મોટી સંખ્યામાં જોડાયા હતા.
