શહેરના ગાયકવાડી નજીક આવેલા કિટ્ટીપરામાં યુવાન ઉપર પિતરાઇ ભાઇઓએ હુમલો કરી છરી વડે માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ કિટ્ટીપરામાં રહેતા સંદિપ રાજેશભાઇ કુવાડીયા (ઉ.વ.19)નામનો યુવાન આજે સવારે ઘરેથી વસ્તુ લેવા બહાર નીકળ્યો ત્યારે તેના પિતરાઇ ભાઇ જયદીપ, કરણ અને જીતુએ ઝઘડો કરી છરી વડે હુમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સંદિપ ભંગાર વીણવાનુ કામ કરે છે. આરોપીઓ અજય સાથે ઝઘડો કરતા હોય અને સંદિપ ત્યા ઉભો હતો. જેથી આરોપીઓએ સંદિપ, અજય સાથે મળેલો હોવાની શંકા રાખી માર માર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે પ્ર.નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
