રાજકોટને હાઇકોર્ટની બેંચ અપાવવા સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોની બુધવારે હડતાળ

જિલ્લા-તાલુકા વકીલ મંડળો આગામી સમયમાં મામલતદાર અને કલેક્ટરને આવેદન પાઠવશે વેપારી મંડળો, આમ જનતા, ધારાસભ્યો અને સંસદ સભ્યને સાથે રાખી સરકારમાં કરાશે રજૂઆત, નિર્ણાયક લડતના…

જિલ્લા-તાલુકા વકીલ મંડળો આગામી સમયમાં મામલતદાર અને કલેક્ટરને આવેદન પાઠવશે

વેપારી મંડળો, આમ જનતા, ધારાસભ્યો અને સંસદ સભ્યને સાથે રાખી સરકારમાં કરાશે રજૂઆત, નિર્ણાયક લડતના મંડાણ

રાજકોટમાં હાઇકોર્ટની બેન્ચ સ્થાપવાની વર્ષો જૂની માંગણીને પુન: વેગ આપવા માટે આજે અત્યંત અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના વકીલ મંડળોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જે મહાસમેલનમાં રાજકોટને હાઇકોર્ટની બેન્ચ અપાવવા એકત્ર થઈ લડત આપવા એકતા દર્શાવી હતી. અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લા તાલુકા લેવલે કમિટીઓની રચના કરી આગામી સમયમાં આકરા વલણ સાથે રજુઆત કરી આંદોલન થકી હાઇકોર્ટ બેન્ચ માટે લડતના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે જેમાં આજની મળેલી મહા બેઠકમાં કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું છે કે આગામી તારીખ 29 ને બુધવારના રોજ સૌરાષ્ટ્ર કચ્છના તમામ વકીલ મંડળો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી હડતાલ પાડશે તેમજ વેપારી મંડળો અને પ્રજાને સાથે રાખી તાલુકા અને જિલ્લા કક્ષાએ મામલતદાર અને કલેક્ટરોને આવેદનપત્રો પાઠવવામાં આવશે તેમજ સરકારમાં રજૂઆત કરવા માટે ધારાસભ્યો અને સંસદ સભ્યોને સાથે રાખી આક્રમક રજૂઆત કરવામાં આવશે.
રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચની સ્થાપના થાય તે માત્ર રાજકોટ શહેરનું જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારનું છેલ્લા 30 થી 40 વર્ષ જૂનું સ્વપ્ન છે.

આ ન્યાયિક હક્ક મેળવવા માટે વકીલ મંડળો દ્વારા છેલ્લા ચાર દાયકાથી સતત આંદોલનો અને રજૂઆતો કરવામાં આવી રહી છે. અગાઉ પણ રાજકોટ બાર એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખો દ્વારા આ દિશામાં સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ કેટલાક કારણોસર તે કામગીરી અધૂરી રહી ગઈ હતી. હવે વકીલ આલમ આ માંગણી પૂર્ણ કરવા માટે ફરી એકજૂથ થયો છે અને વર્તમાન પ્રમુખ સુમિત વોરા તથા તેમની સમર્પિત ટીમ દ્વારા આ અધૂરા સ્વપ્નને સાકાર કરવા માટે આક્રમક પ્રયાસો પુન: હાથ ધરવામાં આવ્યા છે. જેને પગલે આજે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લા-તાલુકા બાર એસોસિએશનના પ્રતિનિધિઓનું મહાસમેલન મળ્યું હતું. જેમાં હાઇકોર્ટ બેન્ચની સ્થાપના અંગે આગળની રણનીતિ નક્કી કરવામાં આવી હતી.

રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ મંજૂર થાય તો તેનાથી સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના ખૂણે-ખૂણેથી આવતા હજારો અરજદારો તેમજ વકીલોને સીધો અને મોટો ફાયદો થશે. હાલમાં સામાન્ય કેસો માટે પણ લોકોને અમદાવાદ સુધી લાંબા ધક્કા ખાવા પડે છે, જેનાથી સમય અને નાણાં બંનેનો વ્યય થાય છે. રાજકોટમાં બેન્ચ શરૂૂ થવાથી અમદાવાદ સુધીના આ ચક્કરોમાંથી કાયમી મુક્તિ મળશે. આ ઉપરાંત, ન્યાયિક પ્રક્રિયા સરળ અને ઝડપી બનતા સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશના સર્વાંગી વિકાસને પણ નવી દિશા મળશે.

આજની બેઠકમા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લા અને તાલુકા કક્ષાએથી પધારેલા બાર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા હોદ્દેદારો દ્વારા વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા જેમાં રાજકોટને હાઇકોર્ટની બેંચ કેમ મળે તેના માટેનો એક ડ્રાફ્ટ ઘડી કાઢવો તેમજ કમિટીની રચનાઓ કરવી સ્થાનિક કક્ષાએ વેપારી મહામંડળને સાથે રાખી સાંસદ અને ધારાસભ્યોને રજૂઆત કરવી તેમ જ જિલ્લા કક્ષાએ કલેકટરશ્રીને અને તાલુકા કક્ષાએ ડેપ્યુટી કલેકટર તેમજ મામલતદારોને આવેદનપત્ર પાઠવવાનો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ શહેર અને તાલુકા કક્ષાએ હાઇકોર્ટની લડતમાં પ્રજાને જોડવા માટે જાગૃત કરવામાં આવશે તે માટે વકીલો દ્વારા મહત્વના પોઇન્ટ પર છાવણી નાખી હાઇકોર્ટ બેંચની મુવીમાં જોડાવા અપીલ કરવામાં આવશે તેમજ આજની મળેલી મહાબેઠકમાં સેવાનુંમતે ઠરાવવામાં આવ્યું છે કે આગામી તારીખ 29 ને બુધવારના રોજ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના બાર એસોશિયન દ્વારા કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી એક દિવસની હડતાલ આવશે. આ જ કારણસર વકીલો દ્વારા ચલાવવામાં આવી રહેલી આ લડતને સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના તમામ ક્ષેત્રોમાંથી અભૂતપૂર્વ સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે.

મહાસંમેલનમાં ઉપસ્થિત રહેલા પ્રતિનિધિઓ
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપભાઈ પટેલ, બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ પરેશભાઈ મારૂૂ, બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા, ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી નિલેશભાઈ પટેલ, જ્યેન્દ્ર ગોંડલીયા, ક્લેઇમ બાર એસોસિએશનના પ્રમુખ નિકુંજ શુક્લ, ક્લેઇમ બાર એસો.ના પૂર્વ પ્રમુખ રાજેશભાઇ મહેતા, ગોપાલભાઈ ત્રિવેદી, અશોકસિંહ વાઘેલા, બિનલબેન રવેશિયા, રક્ષાબેન ઉપાધ્યાય, પ્રગતિબેન માકડીયા, હિરલબેન જોશી, બિનલબેન સોનપાલ, અમૃતાબેન ભારદ્વાજ, હેમેનભાઈ ઉદાણી, રવિભાઈ ગોગીયા, જયેશ દોષી, રમેશ કથીરીયા, વિજયભાઈ રૈયાણી, અશ્વિન રામાણી, મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેસણીયા, જૂનાગઢ બાર એસો.ના પ્રમુખ ભાવેશ જીંજુવાડિયા, સેક્રેટરી જામ ખંભાળીયા એસો.ના પ્રમુખ, માળિયા હાટીનાના સેક્રેટરી જામ કંડોરણા, પડધરી બાર એસો. ઉપપ્રમુખ જ્યેન્દ્રસિંહ ઝાલા સહિતના સિનિયર-જૂનિયર વકિલો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *