હૃદયરોગના હુમલાનો ઉપાડો : વધુ પાંચ જીંદગી ધબકારા ચુકી ગઈ

રાજકોટમાં હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ વધુ પાંચ લોકોના હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યા છે. જેમાં રામાપીર ચોકડી પાસે મિત્ર પાસે રીક્ષા લેવા ગયેલા આધેડ,…

રાજકોટમાં હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ વધુ પાંચ લોકોના હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યા છે. જેમાં રામાપીર ચોકડી પાસે મિત્ર પાસે રીક્ષા લેવા ગયેલા આધેડ, ટ્રકમાં નિંદ્રાધીન ડ્રાઈવર અને બે આધેડ તેમજ એક વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નીપજતા પરિવારરમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતા જેન્તીભાઈભાઇ ઉકાભાઇ જાદવ (ઉ.વ.48) સાંજના સાડા છએક વાગ્યના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી આધેડનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યુ હોવાનુ જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક આધેડ બે ભાઇ ચાર બહેનમાં નાના હતા અને તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.

બીજા બનાવમાં જસદણના જંગવડ ગામે રહેતા ધીરૂૂભાઇ લવાભાઇ કટેશીયા (ઉ.વ.52) પોતાના ઘરે હતા. ત્યારે હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયા તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજ્તા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ચાર ભાઇમાં વચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર હોવાનુ જાણવા મળ્યું છે. ત્રીજા બનાવમાં ગોંડલમાં મારૂતિનગર વિસ્તારમાં રહેતાં રાજુભાઈ બોઘાભાઈ ડાંગર (ઉ.52) પોતાના મિત્ર સાથે રામાપીર ચોકડી પાસે રીક્ષા લેવા આવ્યા હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં સારવાર અર્થે ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.

ચોથા બનાવમાં તમિલનાડુનો શક્તિવેલ પેરૂમલ નામના 56 વર્ષના આધેડ નવા ગામમાં ટ્રકમાં બાકસ ભરીને આવ્યા હતાં તે દરમિયાન ટ્રકમાં સુતા હતાં તે દરમિયાન આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો હતો. આ ઉપરાંત પાંચમાં બનાવમાં સદ્ભાવના વૃધ્ધાશ્રમમાં આશ્રય લઈ રહેલા મંજુલાબેન શાંતિલાલ ચાવડા (ઉ.85)ને હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *