અશાંત ધારાની કાર્યવાહીમાં વકીલો અને અરજદારોને મુશ્કેલી, નાયબ કલેકટરને રજૂઆત

શહેરમાં અશાંત ધારાની કાર્યવાહી બાબતે વકીલો અને અરજદારોને પડતી મુશ્કેલી અંગે રેવન્યુ પ્રેક્ટિશનર એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટર અને જિલ્લા નોંધણી નિરીક્ષકને લેખિત રજૂઆત કરી ઘટતી…

શહેરમાં અશાંત ધારાની કાર્યવાહી બાબતે વકીલો અને અરજદારોને પડતી મુશ્કેલી અંગે રેવન્યુ પ્રેક્ટિશનર એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટર અને જિલ્લા નોંધણી નિરીક્ષકને લેખિત રજૂઆત કરી ઘટતી ઘટતી કાર્યવાહી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં સને 2021થી અશાંતધારો પાંચ વર્ષ માટે અમલમાં આવ્યો હતો.

બાદ સમયની સમયની માંગને ધ્યાને લઈ તંત્ર દ્વારા રેવન્યુ સર્વે નંબર / સીટી સર્વે નંબરનો તેમાં ઉમેરો કરવામાં આવ્યો છે, આ નોટીફીકેશનની મુદત જાન્યુઆરી – 2026 માં પૂર્ણ થઈ છે. બાદ જાન્યુઆરી 2029 માં જુના નોટીફીકેશનને રીન્યુ કરવામાં આવ્યું હતું. આ નવા નોટીફીકેશનમાં ઘણા બધા રેવન્યુ સર્વે નંબર / સીટી સર્વે નંબરનો ઉલ્લેખ થયેલ નથી અથવા તો રિન્યુ કરેલા નોટીફીકેશનમાં રહી ગયેલ છે જેથી કરીને હાલમાં અશાંતધારાની પરવાનગી મળવામાં ખુબજ તકલીફ પડે છે તેના કારણે આશરે 150 થી 200 અરજી અશાંતધારાના ઓર્ડર માટે પેન્ડીંગ છે.

જાન્યુઆરી – 2026 માં રીન્યુ માટેનું જે નોટીફીકેશન આવ્યા બાદ પાંત કચેરીમાં અશાંતધારા ની અરજી દાખલ કરવામાં આવી છે. સરકાર દ્વારા હજુ સુધી જુના નોટીફીકેશનમાં જે રેવન્યુ સર્વે નંબર / સીટી સર્વે નંબર હતા તે નવા નોટીફીકેશમાં રહી ગયા છે તે અંગે રેવન્યુ સર્વે નંબર / સીટી સર્વે નંબરની કોઈ સ્પષ્ટતા આવેલ નથી જેથી ઓર્ડર હાલના તબક્કે નહિ થાય.

સરકારમાંથી સ્પષ્ટતા આવ્યા બાદ ઓર્ડર થશે. નવા નોટીફીકેશન આવ્યાને ઘણો સમય થઈ ગયો છતા પણ સરકાર તરફથી આગળ કઈ જ થતું નથી. આ સંજોગોમાં સરકારના નોટીફીકેશનને ધ્યાને લઈ પરવાનગી આપવી જોઈએ. તા. 17/12/2025, તા. 31/12/2025 ની અરજી દાખલ કર્યા બાદ રાજકોટમાં વાઈબન્ટ ગુજરાત સમિટ, અધિકારી અને કર્મચારીની રજાના લીધે ટાઈમસર ઓર્ડર થયા નથી અને તેનો ભોગ વકીલો અને તો અરજદારોને બનવુ પડે છે.

આ રજૂઆતમાં એન. જે. પટેલ. જી. એલ. રામાણી, સી. એચ. પટેલ, દિલેશ શાહ, રાકેશ ગોસ્વામી, સંદીપ વેકરિયા, કેતન ગોસલિયા, યોગેશ સોમનેક, જૈમિન માધાણી, રાકેશ કોઠિયા, પ્રણવ પટેલ, અખ્તર ડેલા, કિશોર સખીયા, મહેશ સખીયા, ભાવેશ રંગાણી, આર. ડી. ઝાલા, અકબર હિંગોરજા, ભરત ગનડેચા, નરેશ દવે, બિપીન ટાંક, હેમંત ભટ્ટ, પ્રણવ જોશી, ધવલ ત્રિવેદી, મહેશ ચાવડા, ભરત હુંબલ, રુસીત ભુવા, જીતેન્દ્ર વડોલીયા, કીરીટ ગોહેલ, ચંદ્રેશ પરમાર, લલિત કાલાવાડિયા હાજર રહેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *