ખેડાના નડિયાદમા આવેલા જવાહરનગરમા લઠ્ઠા કાંડ સર્જાયો હતો. દેશી દારૂ પીવાથી ત્રણ લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહયા છે. આ બનાવને પગલે નડિયાદમા ભારે ચર્ચા જાગી છે. મૃતકના પરિવારજનોએ દેકારો મચાવતા વાતાવરણ તંગદીલી ભર્યુ જોવા મળયુ હતુ.
ખેડાના નડિયાદ શહેરના જવાહર નગર વિસ્તારમાં દેશી દારૂૂ પીવાથી ત્રણ લોકોના મોત થયા હોવાની આશંકાથી હડકંપ મચી ગયો છે. મૃતકોના પરિવારજનોએ દાવો કર્યો છે કે તેઓ દારૂૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા, ત્યાર બાદ તેમની તબિયત લથડતા પરિવારે તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે હોસ્પિટલ દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
મૃતકોના પરિવારજનોએ દાવો કર્યો છે કે તેમના મોત ઝેરી દારૂૂ પીવાના કારણે થયા છે. નડિયાદના જવાહર નગરની આ ઘટના છે. જેમાં પાણીપુરીનો ધંધો કરનાર અને કલર કામનો ધંધો કરનાર સહિત કુલ 3 લોકોના મોત થયા છે. મૃતકોમા યોગેશકુમાર ગંગારામ કુશવાહ (ઉ.વ. 40), રવિન્દ્ર જીણાભાઇ રાઠોડ (ઉ.વ. પ0) અને કનુભાઇ ધનજીભાઇ ચૌહાણ (ઉ.વ. પ9) હોવાનુ જાણવા મળયુ છે.
દારુ પીધા બાદ તબિયત લથડતા પરિવારે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યારે તેમને હોસ્પિટલ દ્વારા ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. 3 લોકોના શંકાસ્પદ મોત થવાને લઈને સમગ્ર મામલો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
