ભાવનગરના વેપારીઓ સાથે 62.78 લાખની ઠગાઈ કરનાર શખ્સ રાજકોટનો હોવાની ઓળખ આપતો!

હીરા બજારના વેપારીઓનો વિશ્ર્વાસ જીતવા પોતે પટેલ હોવાનું જણાવતો, પોલીસે ઝડપી 55.55 લાખના હીરા જપ્ત કર્યા ભાવનગર હિરા બજારમાં હિરાના વેપારીઓ તેમજ દલાલોને ટાર્ગેટ બનાવી…

હીરા બજારના વેપારીઓનો વિશ્ર્વાસ જીતવા પોતે પટેલ હોવાનું જણાવતો, પોલીસે ઝડપી 55.55 લાખના હીરા જપ્ત કર્યા

ભાવનગર હિરા બજારમાં હિરાના વેપારીઓ તેમજ દલાલોને ટાર્ગેટ બનાવી રૂૂા.62,78,333ની કિંમતના હીરા લઇને ફરાર થઇ ગયેલા રમેશ ઉર્ફે આર.વી. પટેલ નામના શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ગઇકાલે ઝડપી પાડ્યા બાદ પ્રાથમિક તપાસમાં રમેશની અટક પટેલ નહી પરંતુ વૈષ્ણવ હોવાનું અને વેપારીઓ તેમજ દલાલનો વિશ્વાસ જીતવા માટે તે પોતાનું રમેશ પટેલ હોવાનું જણાવતો હોવાનું ખુલવા પામ્યું છે.પોલીસે આ શખ્સ પાસેથી રૂૂા.55,55,757ની કિંમતના હીરા કબજે કર્યા છે ત્યારે ડામયન્ડ એસો.ના જણાવ્યા પ્રમાણે ઝડપાયેલા શખ્સે દસ થી બાર વેપારીઓ અને દલાલ સાથે છેતરપિંડી કરી છે અને તેનો આંકડો સવા કરડોથી વધુનો છે ત્યારે તપાસમાં હજી ઘણી ચોંકાવનારી વિગતો સપાટી પર આવશે તેમ મનાઇ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં શૈલેષભાઇ ભગવાનભાઇ ડોંડા પાસેથી 36.95 કેરેટ હિરા કિંરૂૂા. 10,30,905, ભીખાભાઇ લવજીભાઇ મોણપરા પાસેથી 45.85 કેરેટ કિં.રૂૂા. 11,00,400 અને લલીતભાઇ છગનભાઇ વઘાસીયા પાસેથી કટકે કટકે 324.91 કેરેટ કિં.રૂૂા. 41,47,028 મળી કુલ કિ.રૂૂા. 62,78,333 રૂૂા.ના હિરા ઓળવી ફરાર થઇ જતા આરોપી રમેશ વલ્લભભાઇ વૈષ્ણવ વિરૂૂદ્ધ બોરતળાવ અને નિલમબાગ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચે ફરાર થઇ ગયેલા આરોપી રમેશ ઉર્ફે આર.વી. પટેલને સુરત ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી રૂૂા.55.55 લાખના હીરા કબજે કરી આરોપીને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.
રમેશ વૈષ્ણવ હીરાની લે-વેચ કુમુદવાડી વિસ્તારમાં જ કરતો હતો. તે નિર્મળનગરની હીરા બજારમાં જતો ન હતો.

તેણે ઘણા દલાલો પાસેથી હીરા લીધા બાદ એક બે વાર સમયસર પેમેન્ટ કરી દેતા હીરાના દલાલોને તેના પર વિશ્વાસ બેઠો હતો. હીરાના દલાલ રમેશભાઇ વીરાણીને પણ રમેશ વૈષ્ણવે તે પણ વીરાણી હોવાનું કહ્યું હતું. તે જામનગર જિલ્લાનો હોવા છતાં તેણે રમેશભાઇ વીરાણીને તે રાજકોટ જિલ્લાના ગામનો વતની હોવાનું કહી તેમને વિશ્વાસમાં લીધા હતા. રમેશે કુમુદવાડીમાં કારખાનું શરૂૂ કર્યું હતું અને હીરાનો મોટો માલ હાથમાં આવતાં તે સુરત ફરાર થઇ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *