સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ જિલ્લાની વાર્ષિક સાધારણ સભામાં સર્વાનુમતે નિયુક્ત થયેલ કારોબારી સભ્યોની બેઠકનું આયોજન તા. 19 ઓગસ્ટ 2025, મંગળવારના રોજ રૈયા રોડ ઉપર આવેલી ન્યુ એરા સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નવી ટર્મમાં ચુંટાયેલા સભ્યોના સન્માન તેમજ દરેક ઝોનમાં અગાઉ જે ઉપપ્ર્મુખના પદ હતા તેની જગ્યાએ તેમને ઝોન પ્રમુખના પદ આપવામાં આવ્યા. દરેક ઝોનમાં નવા પ્રમુખોની વરણી કરવામાં આવી.
આ મિટિંગમાં વાર્ષિક સાધારણ સભામાં નિયુકત થયેલા કારોબારી સભ્યોને પદભાર સોંપણી કરી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સહમંત્રી તરીકે વિનયભાઈ લોખીલની વરણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત રાજકોટ જિલ્લાના છ ઝોનના પ્રમુખની પણ વરણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ શાળા સંચાલક મંડળની બેડીપરા ઝોનના પ્રમુખ તરીકે વિશાલભાઈ હિરાણી, કોઠારીયા ઝોનના પ્રમુખ તરીકે હસમુખભાઈ માયાણી, મવડી ઝોનના પ્રમુખ તરીકે રાજકુમારભાઈ ઉપાધ્યાય, કાલાવાડ રોડ ઝોનના પ્રમુખ તરીકે જીતેશભાઈ મકવાણા, ગાંધીગ્રામ ઝોનના પ્રમુખ તરીકે રાણાભાઇ ગોજીયા અને જામનગર રોડ ઝોનના પ્રમુખ તરીકે કેતનભાઇ પ્રજાપતિની સર્વનુમતે વરણી કરવામાં આવી હતી.
આ મિટીંગમાં મંડળના સહમંત્રી અને તમામ છ ઝોનના પ્રમુખપદે ચુંટાયેલા હોદ્દેદારોનું સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ ડી.વી. મહેતા, પ્ર્મુખ અવધેશભાઈ કાનગડ, મહામંત્રીઓ ઉર્વેશભાઇ પટેલ, ભાવેશભાઇ વેકરીયા, ઉપપ્રમુખો પુષ્કરભાઇ રાવલ, પરીમલભાઇ પરડવા, સુદીપભાઇ મહેતા, હીરેનભાઇ ખૂંટ, ખજાનચી રાજેશભાઇ મહેતા, સંગઠન મંત્રી રામભાઇ ગેરૈયા, આયોજન મંત્રી પ્રવિણભાઇ ગોંડલીયા અને સહમંત્રી વિનયભાઇ લોખીલ, કોર કમીટીના સભ્યો સહિતના હોદેદારો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
