દ્વારકાને હવાઈ માર્ગ સાથે જોડવા વરાઈ ગામમાં એરપોર્ટ માટેની જમીન ફાઈનલ

યાત્રાધામ દ્વારકા એ ચારધામ પૈકીનું એક ધામ તથા સપ્તપુરી પૈકીની પુરી હોય દર વર્ષે લાખો શ્રધ્ધાળુંઓ દર્શનાર્થે આવતાં હોય યાત્રાધામ દ્વારકાને હવાઈ માર્ગે જોડવા એરપોર્ટ…

યાત્રાધામ દ્વારકા એ ચારધામ પૈકીનું એક ધામ તથા સપ્તપુરી પૈકીની પુરી હોય દર વર્ષે લાખો શ્રધ્ધાળુંઓ દર્શનાર્થે આવતાં હોય યાત્રાધામ દ્વારકાને હવાઈ માર્ગે જોડવા એરપોર્ટ યા તો એરસ્ટ્રીપ મળવાની વાતો લાંબા સમયથી સંભળાયા બાદ આ વખતે દ્વારકા નજીકના વસઈ ગામની જમીન એરપોર્ટ માટે ફાઈનલ કરી લીધી હોવાનું ગાંધીનગરસ્થિત અધિકારીઓ જણાવી રહયા છે.

એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે દ્વારકા નજીકના વસઈ ગામની જમીન દ્વારકા એરપોર્ટ માટે લગભગ ફાઈનલ થઈ ચૂકી છે જેની ટૂંક સમયમાં આધિકારીક જાહેરાત પણ કરવામાં આવશે. સૂત્રોમાંથી મળ તી માહિતી અનુસાર અહીંની 300 હેકટર જેટલી જમીન એરપોર્ટ માટે અલગ રાખવામાં આવનાર છે. આ પૈકી અમૂક હેકટર જમીન હાલ સરકારી કબ્જામાં જ છે. જયારે બાકી રહેતી જમીન ખેડૂતો અને ખાનગી માલીકો પાસે હોય જેને સંપાદિત કરવાની થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આ અગાઉ પણ બે વખત દ્વારકા યાત્રાધામને એરપોર્ટની સુવિધા પ્રાપ્ત થાય તે માટે પ્રયત્નો કરેલ પરન્તુ સીવીલ એવીએશન વિભાગના રીપોર્ટના કારણે જે તે વખતે વાત આગળ વધી શકી ન હતી. હવે રીપોર્ટ સરકારની ફેવરમાં હોય જિલ્લા વહીવટી તંત્ર વસઈ આસપાસની બાકીની જરૂૂરી જમીન સંપાદનની પ્રક્રિયાઓ શરૂૂ કરશે અને જમીન સંપાદિત થયા બાદ એવીએશન વિભાગને તે જમીનની સોંપણી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *