લોધિકામાં કંપનીના બીજા માળેથી પટકાતા મજૂરનું મોત

લોધીકાના અભેપર ગામે રહેતા મુળ ઝારખંડના આધેડ કંપીનાના બીજા માળેથી ઉંચાઇ પરથી નીચે પટકાતા તેમનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું. આ ઘટનામાં લોધીકા પોલીસના સ્ટાફે…

લોધીકાના અભેપર ગામે રહેતા મુળ ઝારખંડના આધેડ કંપીનાના બીજા માળેથી ઉંચાઇ પરથી નીચે પટકાતા તેમનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું. આ ઘટનામાં લોધીકા પોલીસના સ્ટાફે કાગળો કર્યા હતા.
વધુ વિગતો મુજબ લોધીકાના અભેપર ગામે રહેતા મુળ ઝારખંડના જેરામભાઇ રઘુભાઇ કેવળ (ઉ.વ.47) ગત તા.27ના રોજ કંપનીમાં હતા. ત્યારે બીજા માળેથી અચાનક નીચે પડી જતા તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેમનુ સારવારમાં મોત નીપજ્યુ હતું. તેમને સંતાનમાં બે દીકરા અને બે દીકરી છે. પોતે બે ભાઇ અને બે બહેનમાં નાના અને મજૂરી કામ કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *