મોત ક્યાં અને કઈ રીતે આવી ચડેછે.તે કોઈ ને ખબર હોતી નથી.ગોંડલનાં શેમળા ગામે કારખાનાનો મેઇન ગેટ રિપેર કરતી વેળા ઓટોમેટિક ગેટ અચાનક ચાલુ થતા રીપેર કરી રહેલા પરપ્રાંતિય શ્રમિક નું માથુ ગેટ અને દિવાલ વચ્ચે આવી જઇ છુંદાઇ જતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતુ.
બનાવ ની પ્રાપ્ત વિગત મુજબ મુળ યુપીનાં સુલતાનપુર જીલ્લાનાં મહમદપુરા નો અને હાલ એક માસ થી સેમળા માધવ ટેક્ષટીન નામનાં કારખાનાં માં રહી મજુરીકામ કરતો શેષરામ માતાપ્રસાદ યાદવ ઉ.31 સવારે કારખાનાનો ઓટોમેટિક ગેટ બગડી જતા રીપેર કરી મોટરનો ગેર બદલતો હતો.ત્યારે અચાનક મોટર ચાલુ થતા ગેટ બંધ થતા શ્રમિક નું માથુ ગેટ અને દિવાલ વચ્ચે ફસાઈ ચગદાઇ જતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ.
મૃતક શેષનામ અપરણીત હતો.અને એકલો રહેતો હતો.
બનાવ ની જાણ થતા તાલુકા પોલીસ નાં કુંદનભાઇ મકવાણા સેમળા દોડી જઇ મૃતદેહ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ માં ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.