મેં અને કોહલીએ નિવૃત્તિ લેવાનું નક્કી કર્યુ હતું, રોહિતનો ખુલાસો

2024નો T20 વર્લ્ડ કપ ભારત માટે યાદગાર રહ્યો. ભારતે 11 વર્ષ પછી ICC ટ્રોફી જીતી. ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવ્યા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી…

2024નો T20 વર્લ્ડ કપ ભારત માટે યાદગાર રહ્યો. ભારતે 11 વર્ષ પછી ICC ટ્રોફી જીતી. ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવ્યા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચેનો એક ઈમોશનલ ક્ષણ વાયરલ થયો હતો. ડ્રેસિંગ રૂૂમની સીડી પર તેઓ એકબીજાને ભેટી પડ્યા. ચાહકોને આજે પણ આ ભાવનાત્મક ક્ષણ યાદ છે. આ વિશે બોલતા, રોહિત શર્માએ હવે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે.

વિરાટ અને રોહિતે પહેલાથી જ નિવૃત્તિની યોજના બનાવી લીધી હતી. સોની ટીવીએ રોહિત શર્માના ટીવી શોમાંથી એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેણે 2024 વર્લ્ડ કપ જીત્યા પછી વિરાટ કોહલી સાથેની ભાવનાત્મક ક્ષણની ચર્ચા કરી. તેણે કહ્યું, 2015 થી 2024 સુધી, અમે બંને વર્લ્ડ કપનો પીછો કરી રહ્યા હતા. અમે ઘણી વખત ખૂબ નજીક આવ્યા હતા પણ ક્યારેય જીતી શક્યા નહીં. અમે 2015, 2019 અને પછી ફરીથી 2023 માં જીતની નજીક પહોંચ્યા. હું તે યાદ પણ રાખવા માંગતો નથી કે તેણે અને વિરાટ કોહલીએ પહેલાથી જ નિવૃત્તિની યોજના બનાવી લીધી હતી. જીત કે હાર તેમનો નિર્ણય બદલતી નથી.

તેણે કહ્યું, વિરાટ કોહલી અને મેં ચર્ચા કરી હતી કે અમે બંને આ પછી T20I માંથી નિવૃત્તિ લઈશું. તેથી જ અમે બંને અમારી લાગણીઓને કાબૂમાં રાખી શક્યા નહીં, કારણ કે અમે ખૂબ મહેનત કરી હતી અને વર્ષોથી વર્લ્ડ કપનો પીછો કરી રહ્યા હતા. અમે આખરે જીતી ગયા. બીજી બાજુ હવે વિરાટ કોહલીએ પણ વનડે વર્લ્ડકપમાં સંન્યાસને લઈ મોટી વાત કહી છે.ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે 3 મેચની વનડે સીરિઝમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભવિષ્યને લઈ મોટું નિવેદન આપ્યું છે. વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યું છે કે, તે સાઉથ આફ્રિકામાં રમાનાર 2027 વનડે વર્લ્ડકપમાં રમશે. આ ભારત માટે તેનો છેલ્લો વર્લ્ડકપ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *