‘બિગ બોસ-20’માં રીતિ તિવારીની ટિપ્પણીથી ‘ભાઇજાન’ ગુસ્સે ભરાયા
સલમાન ખાને તાજેતરમાં ’બિગ બોસ 20’ ના ’વીકેન્ડ કા વાર’ માં રીતિ તિવારીની ટિપ્પણીઓ અને વર્તન અંગે કડક સંદેશ આપ્યો હતો. જ્યારે કાઝી તૌકીર અને ઉદિતિ સિંહ વિશે રીતિએ કરેલી ટિપ્પણીઓનો વિષય આવ્યો, ત્યારે સલમાને તેને યાદ અપાવ્યું કે અત્યાર સુધી તેની ઓળખનો મોટો ભાગ તેના પિતા મનોજ તિવારીના નામ સાથે જોડાયેલો છે.સલમાને કહ્યું કે “તું મનોજ તિવારીની પુત્રી છે. અત્યાર સુધી લોકો કહેતા હશે કે તું તેમની પુત્રી છે, એ જ તારી ઓળખ છે. તે આટલો મોટો અભિનેતા, ગાયક, રાજકારણી છે. તેથી લોકો વિચારે છે કે તું અહીં તેના માટે આવી છે. આ ભત્રીજાવાદ છે. લોકો એમ પણ કહે છે કે, તને કોઈ ઓળખતું નથી, છતાં તું અહીં છે.”
જોકે, સલમાને ભત્રીજાવાદ પર પણ પોતાનો વલણ સ્પષ્ટ કર્યું. તેમણે કહ્યું, “તમારા પિતાએ ખૂબ મહેનત કરી હતી. અને એમાં તમારો વાંક નથી કે તમે તેમના બાળક તરીકે જન્મ્યા છો. તેના બદલે, જેમના પિતાએ ખૂબ મહેનત કરી ન હતી તેમના પુત્રો સખત મહેનત કરીને અહીં પહોંચ્યા છે.” સલમાને રિતિકાને એમ પણ કહ્યું કે સ્ટાર ચાઇલ્ડ હોવાનો અર્થ એ નથી કે તેની પાસેથી કોઈ ખાસ લાભ મેળવવો. હકીકતમાં, અભિનેતાએ ચેતવણી આપી હતી કે તેના વર્તનથી તેના પિતા મનોજ તિવારીને પણ અસર થઈ શકે છે. સલમાને નેપોટિઝ્મના સંદર્ભમાં પોતાના પરિવારનું ઉદાહરણ પણ આપ્યું. તેમણે કહ્યું કે તેમના પિતા સલીમ ખાન ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા હોવા છતાં, તેઓ તેમના પરિવારમાં આ ઉદ્યોગમાં પ્રવેશનારા પહેલા વ્યક્તિ હતા.
તેમને તેમના પિતાની ઓળખને કારણે ઉદ્યોગમાં વાપ્રવેશની તક મળી, પરંતુ આગામી લડાઈ તેમની પોતાની હતી. તેમણે મોડેલિંગ દ્વારા પોતાનો રસ્તો બનાવ્યો. ઇન્ડસ્ટ્રીની બહારના ઘણા લોકોને તકો મળી છે, કેટલાક સફળ થયા છે, કેટલાક સફળ થયા નથી. તેવી જ રીતે, ઘણા સ્ટાર બાળકોને તેમની પહેલી ફિલ્મોમાં તકો મળી છે પરંતુ તેઓ દર્શકોના દિલ જીતી શક્યા નથી. ઘણા લોકપ્રિય બન્યા છે.
