વૈશાખ માસ અને અક્ષય તૃતિયાનું જાણો શાસ્ત્રોક્ત મહાત્મ્ય

સ્નાન, દાન, શ્રાધ્ધ, તપ વગેરે ધર્મ-કર્મ માટે ઉતમ માસ શ્રી ભગવાનની શાસ્ત્રની વિધિ પ્રમાણે કાર્ય કરવાની આજ્ઞા છે. (ગીતા 16:23, 16:24) તેથી વૈશાખ માસ વિશે…

સ્નાન, દાન, શ્રાધ્ધ, તપ વગેરે ધર્મ-કર્મ માટે ઉતમ માસ

શ્રી ભગવાનની શાસ્ત્રની વિધિ પ્રમાણે કાર્ય કરવાની આજ્ઞા છે. (ગીતા 16:23, 16:24) તેથી વૈશાખ માસ વિશે શાસ્ત્રમાં શું કહેવાયું છે તે જાણવું જોઈએ. શ્રી સ્કંદ મહાપુરાણમાં બીજા વૈષ્ણવ ખંડમાં વૈશાખ માસનું વિસ્તૃત માહાત્મ્ય કુલ 25 અધ્યાયોમાં આપેલું છે. જેમાંથી સાવ થોડુંક, સરળ શબ્દોમાં અમારી અતિ અલ્પ સમજણ મુજબ, ભગવદ્ ભકતો અને શ્રદ્ધાળુઓને ઉપયોગી થાય ફકત તે હેતુથી જ અહીં આપ્યું છે. જેના વકતા શ્રી નારદજી છે અને શ્રોતા રાજા અંબરીષ છે.

સૂર્યોદય પહેલા અથવા પ્રાત:કાળે સ્નાન કરવું ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી. પૂજામાં પંચામૃતથી સ્નાન કરાવવું તથા તાજા પુષ્પો ભગવાનને અર્પણ કરવા પોતાની શકિત મુજબ દાન અવશ્ય કરવું. દાન બ્રાહ્મણોને તથા જરૂૂરીયાતવાળા લોકોને આપવું. આ મહિનામાં થોડાક દાનનું પણ ફળ મહાન થાય છે. જેથી પોતાની શકિત અને શ્રદ્ધા અનુસાર દાન અવશ્ય આપવું. તા. 19 એપ્રિલ 2026 રવિવારના રોજ અક્ષયતૃતીયા નો પાવનપર્વ છે. અક્ષય તૃતીયાના દિવસે ત્રેતા યુગનો પ્રારંભ થવાથી આ યુગાદિ તિથિ પણ છે.

વૈશાખ માસની ત્રીસેય તિથીઓ પુણ્યદાયિની છે. ઉપરોકત તિથીઓ ઉપરાંત શુકલ પક્ષની ત્રયોદશી, ચર્તુદશી અને પૂર્ણિમાં એ ખૂબ પૂણ્ય આપનારી છે. આમ વૈશાખ મહિનામાં યથાશકિત સ્નાન, દાન વગેરે ધર્મકાર્યો કરવા જોઈએ.

અક્ષયતૃતિયાનું શાસ્ત્રોકત મહાત્મ્ય
* વૈશાખ માસમાં તા. 19 એપ્રિલ 2026 રવિવારના દિવસે અક્ષયતૃતીયા છે. શાસ્ત્રોમાં કહ્યા મુજબ આ દિવસે સ્નાન, દાન, જપ, તપ વગેરે ધર્મ-કર્મનું પુણ્ય અક્ષય થાય છે.
* જે મનુષ્ય અક્ષય તૃતીયાના દિવસે પ્રાત:કાલમાં સૂર્યોદય સ્નાન કરે છે તે મનુષ્ય સર્વે પાપોથી મુકત થઈ શ્રી વિષ્ણુ ભગવાનના પરમ પદને પ્રાપ્ત થાય છે.
* જે મનુષ્ય અક્ષય તૃતીયાના દિવસે દેવતાઓ, પિતૃઓ અને ઋષિઓને ઉદ્દેશીને તપર્ણ કરે છે તે મનુષ્યએ બધા શાસ્ત્રો વાંચી લીધા, બધા યજ્ઞો કર્યાનું અને સો શ્રાધ્ધ કર્યાનું ફળ મેળવે છે.
* જે મનુષ્ય અક્ષય તૃતીયાના દિવસે શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરે છે તથા તે પછી શ્રીકૃષ્ણ ભગવાનની કથા સાંભળે છે તે મનુષ્ય મુકિતના ભાગીદાર બને છે.
* જે મનુષ્ય અક્ષયતૃતીયાના દિવસે જે કાંઈ સ્નાન, દાન, શ્રાધ્ધ, તપ વગેરે ધર્મ-કર્મ કરે છે તે બધુ ધર્મ-કર્મ શ્રીકૃષ્ણ ભગવાનની કૃપાથી અક્ષય થાય છે અને તેનાથી મનુષ્યના બળ, ધીરજ અને ઐશ્વર્યમાં વૃધ્ધિ થાય છે.

વૈશાખ માસમાં કયા દાનનું કયુ ફળ
દાન દાનનું ફળ
જળ દાન – પાણીના પરબ : સર્વ દાનોનું ફળ સર્વ તીર્થોનું ફળ બ્રહ્મા, વિષ્ણુ, શિવ   વગેરે દેવતાઓને સંતુષ્ટ કર્યાનું ફળ દસ હજાર   રાજસૂલ યજ્ઞોનું ફળ
પાણી પીવાની ઈચ્છા કરનાર મનુષ્યને   તેના સર્વ પાપો નષ્ટ થાય છે અને
ઠંડુ પણોનું દાન, પંખાનું દાન   અંતે તે મનુષ્ય બબલોકમાં જાય છે.
જોડાનું દાન : વિષ્ણુ ભગવાનની પ્રસન્નતાથી વૈકુંઠધામમાં જાય
અન્નદાન : આ દાનના પૂણ્યનો અંત નથી એટલું મહાન ફળ મળે છે.
શૈય્યાનું દાન : શ્રી ભગવાનની કૃપાથી જન્મ-મૃત્યુના કલેશો ઓછા થાય.
વસ્ત્રનું દાન : પાપોનો ક્ષય થાય
છાશનું દાન : વિદ્વતા વગેરે સંપતિથી યુક્ત થાય.
દહીં, ખાંડ, સ્વચ્છ ચોખા, મહો વગેરેનું દાન : યજ્ઞોનું ફળ સંપૂર્ણ
ગાયના ઘીનું દાન : અશ્વમેથ યજ્ઞનું પૂણ્ય અંતે વિષ્ણુલોકમાં જાવ.
શેરડીનું દાન : અક્ષય પૂણ્ય મળે.
સાયંકાળે ફળ અને શરબતનું દાન : પિતૃઓ સંતુષ્ટ થાય.
પાકી કેરી સાથે શરબતનું દાન : સર્વ પાપોથી મુક્ત થાય
છત્રીનું દાન : અનંત પૂણ્ય મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *