ભાણવડમાં પતંગની દોરી બની લોહિયાળ: વૃદ્ધને ગંભીર ઈજા

સરકારી હોસ્પિટલમાં અપાઈ તાકીદની સારવાર ભાણવડ પંથકમાં રહેતા એક વૃદ્ધને મંગળવારે પતંગની દોરીથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં તાકીદની સારવાર આપવામાં આવી હતી.…

સરકારી હોસ્પિટલમાં અપાઈ તાકીદની સારવાર

ભાણવડ પંથકમાં રહેતા એક વૃદ્ધને મંગળવારે પતંગની દોરીથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં તાકીદની સારવાર આપવામાં આવી હતી. જાણવા મળતી વિગત મુજબ ભાણવડ પંથકમાં રહેતા ત્રિકમભાઈ દેવજીભાઈ કવા નામના એક વૃદ્ધ મકરસંક્રાંતિના દિવસે મંગળવારે મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે એક પતંગની દોરી એકાએક તેમના ગળા સુધી પહોંચી હતી અને આ દોરી તેમના ગળા પર ફરીવળતા તેમાં ચિરો પડી ગયો હતો.આથી લોહી લુહાણ હાલતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એવા ત્રિકમભાઈને તાત્કાલિક ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એનેસ્થેટીસ્ટ ડો કેતન જોશી અને તેમની ટીમ દ્વારા સર્જરી અંગેની કાર્યવાહી કરી અને જરૂૂરી સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ તેમને ભયમુક્ત જાહેર કરવામાં આવ્યા હતા.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *