ખંભાળિયા: બેન્ક એકાઉન્ટ ભાડે આપી ગુનો કરતા ચાર ઝડપાયા

  બેંક એકાઉન્ટ અન્ય વ્યક્તિને ભાડે આપી અને યેનકેન પ્રકારે લાભ મેળવી, ફ્રોડને આડકતરું ઉત્તેજન આપવા તેમજ સાઈબર ગઠિયાઓને એક પ્રકારે સહાયભૂત થવાના પ્રકરણમાં આવા…

 

બેંક એકાઉન્ટ અન્ય વ્યક્તિને ભાડે આપી અને યેનકેન પ્રકારે લાભ મેળવી, ફ્રોડને આડકતરું ઉત્તેજન આપવા તેમજ સાઈબર ગઠિયાઓને એક પ્રકારે સહાયભૂત થવાના પ્રકરણમાં આવા આસામીઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે મ્યુલ હન્ટ અંતર્ગત ચાર વ્યક્તિઓને ઝડપી લઇ, કુલ રૂૂપિયા 66.16 લાખના બેંક ટ્રાન્જેક્શન પર પ્રકાશ પાડ્યો છે.

આ ચેતવણી રૂૂપ પ્રકરણની દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમ અંગેના ગુનાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ડીવાયએસપી મીત રુદલાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ મથકના પી.આઈ. એચ.જી. રાઠોડ તેમજ તેમની ટીમ દ્વારા ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા યોગીરાજસિંહ દશરથસિંહ ચુડાસમા, ભાણવડ તાલુકાના માનપર ગામના અરશી મારખીભાઈ બેરા, ભાણવડના કુંભાર પાડો વિસ્તારમાં રહેતા શિવમ અરવિંદભાઈ વિસાવાડીયા અને ભાવનગર જિલ્લાના તળાજા ખાતે રહેતા સિદ્ધરાજસિંહ વીરેન્દ્રસિંહ ગોહિલ નામના ચાર શખ્સોને ઝડપી લઇ, ગેરકાયદેસર બેંક ટ્રાન્જેક્શન સંદર્ભે વિવિધ બાબતો ખુલવા પામી હતી.

ખંભાળિયાની બેન્ક ઓફ ઈન્ડિયા તથા ભાણવડની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના બેન્ક એકાઉન્ટના ધારકો તેમજ મળતીયાઓ વિરુદ્ધ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાયેલા ગુના સંદર્ભે પોલીસ તપાસમાં ઉપરોક્ત શખ્સો દ્વારા પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપી અને રાતોરાત પૈસા કમાવાની લાલચમાં સાયબર ગુનાઓને આડકતરું ઉત્તેજન આપ્યું હતું. જેમાં આવા બેન્ક એકાઉન્ટમાંથી સાયબર ફ્રોડના કુલ રૂૂપિયા 66 લાખ 16 હજારની આપ-લે થવા પામી હતી. આ રીતે મ્યુલ એકાઉન્ટ હોલ્ડર તથા આવા એકાઉન્ટને સાયબર ક્રાઈમના ગુનામાં વપરાશ લેતા પોલીસે ઝડપી લીધા છે. સાયબર પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય મુખ્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ સમગ્ર કાર્યવાહી સાયબર ક્રાઇમ પોલીસ મથકના પી.આઈ. એચ.જી. રાઠોડ, પી.એસ.આઈ. બી.કે. કડછા તથા સ્ટાફના ધરણાંતભાઈ બંધીયા, ભરતભાઈ ચાવડા, હેભાભાઈ ચાવડા સાજણભાઈ સુવા, કિરપાલસિંહ ચૌહાણ તથા સાયબર ક્રાઈમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *