જેતપરનું ખેડૂત આંદોલન રાજ્યવ્યાપી બનાવવા ઘડાતો તખતો

તમામ જિલ્લાના ખેડૂતો પાસેથી મંતવ્યો મગાવ્યાબાદ થશે નિર્ણય, ગુજરાત સ્તરની ખેડૂત કમિટી પણ બનાવાશે મોરબીના જેતપર ગામેથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂૂ થયેલું ખેડૂતોનું આંદોલન હવે…

તમામ જિલ્લાના ખેડૂતો પાસેથી મંતવ્યો મગાવ્યાબાદ થશે નિર્ણય, ગુજરાત સ્તરની ખેડૂત કમિટી પણ બનાવાશે

મોરબીના જેતપર ગામેથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂૂ થયેલું ખેડૂતોનું આંદોલન હવે આગામી દિવસોમાં વધુ ઉગ્ર અને રાજ્યવ્યાપી બને તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. આ લડતને સમગ્ર ગુજરાતમાં વિસ્તારવા અને રાજ્યભરના ધરતીપુત્રોને તેમાં જોડવા માટેની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. જેતપર ખેડૂત સમિતિ દ્વારા ગઈરાત્રે એક મહત્વની મહાબેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 જિલ્લાના ખેડૂતો અને 100 જેટલા ગામોના સરપંચોએ રૂૂબરૂૂ ઉપસ્થિત રહીને ‘આંદોલન પાર્ટ-3’ અંગે પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કર્યા હતા. આ બેઠકથી પંથકના રાજકારણમાં અને વહીવટી તંત્રમાં ભારે ગરમાવો આવી ગયો છે. હાલ આમણાંત ઉપવાસ અટકાવી દેવાયો છે. પરંતુ ઉપવાસી છાવણી હજૂ ચાર દિવસ ચાલુ રહેનાર છે.

જેતપર ખેડૂત સમિતિના આગેવાન નેહુલ અમૃતિયાએ બેઠકની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ મહાબેઠકમાં મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ અને બનાસકાંઠા સહિત કુલ 12 જિલ્લાના ખેડૂતો અને સરપંચો ખાસ હાજર રહ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત 100 ગામના સરપંચોએ પોતાના સત્તાવાર લેટરપેડ પર સરકારના વળતર અંગેના નવા પરિપત્રને અમાન્ય ગણાવતું લખાણ લખ્યું હતું, અને તેની નીચે સ્થાનિક ખેડૂતોના નામ તેમજ સહીઓ કરાવીને આ પત્રો જિલ્લા વાઈઝ ખેડૂત સમિતિ પાસે જમા કરાવી દીધા છે. આ ઉપરાંત તમામ ઉપસ્થિત લોકોને એક કાગળ આપવામાં આવ્યો હતો, જેમાં તેઓએ આંદોલનની આગળની દિશા નક્કી કરવા માટે પોતાના મહત્વના લેખિત સૂચનો આપ્યા હતા.

આંદોલનના આગામી કાર્યક્રમોની રૂૂપરેખા અંગે નેહુલ અમૃતિયાએ વધુમાં ઉમેર્યું કે, આજે સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂૂચ, સુરત, વાવ, થરાદ, મહેસાણા, ગાંધીનગર અને નર્મદા સહિત અન્ય 13 જિલ્લાના ખેડૂતો અને સરપંચો જેતપર ખાતે આવી પહોંચશે. આ તમામ જિલ્લાના પ્રતિનિધિઓ પાસેથી પણ આંદોલન અંગે વિસ્તૃત મંતવ્યો લેવામાં આવશે. તમામ 25 જિલ્લાના ખેડૂતોના સૂચનો ભેગા કરીને તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવશે અને ત્યારબાદ ગુજરાતના તમામ ખેડૂતો સાથે મળીને સર્વસંમતિથી આગામી આક્રમક રણનીતિ જાહેર કરશે. આ લડતનું સંચાલન કરવા માટે ટૂંક સમયમાં જ એક ‘ગુજરાત સ્તરની ખેડૂત કમિટી’ ની પણ સત્તાવાર રચના કરવામાં આવનાર છે.

ધૂળકોટ ગામે ગૌશાળાને નોટિસથી પનારાનો આક્રોશ
મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા જે આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું તેને પૂર્ણ કરવામાં આવ્યા બાદ હવે ખેડૂતો દ્વારા આંદોલન પાર્ટ 3 શરૂૂ કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે મનોજ પનારા જે ગૌશાળામાં પ્રમુખ છે તે ગૌશાળાને હાલમાં ગામના સરપંચ દ્વારા નોટીસ આપવામાં આવી છે જેથી ગાયોના નામે મત લઈને સરકારમાં આવેલા તમામ લોકોને પડકાર ફેંકતા મનોજ પનારાએ હાલમાં સોશ્યલ મીડિયામાં એક વિડીયો અપલોડ કરેલ છે. સરકારમાં દમ હોય તો મને નગર દરવાજાના ચોકમાં ગોળી મારી દે પણ ગાયોને હેરાન ન કરો અને મારા લીધે ગાયો હેરાન ન થાય તે માટે ટ્રસ્ટનાં પ્રમુખ પદેથી મે રાજીનામું આપી દીધેલ છે. તેવું મનોજ પનારાએ જણાવ્યુ છે. મોરબી તાલુકાનાં ધૂળકોટ અને ખાનપર ગામની વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી ગૌશાળા આવેલ છે અને આ ગૌશાળાના ટ્રસ્ટનાં પ્રમુખ મનોજ પનારા છે દરમ્યાન અરવિંદભાઇ પરષોતમભાઈ પટેલ દ્વારા તા 1/7/26 ના રોજ ગૌશાળા ગૌચરની જમીન ઉપર હોવાની અરજી કરવામાં આવી હતી જેથી કરી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા તાજેતરમાં મેલડી ધામ ગૌશાળાના સંચાલક વશરામભઈ લીંબભાઈ પટેલને નોટિસ આપવામાં આવેલ છે અને આગામી તા 14/7/26 સુધીમાં ગૌચરની જમીન ખુલ્લી કરીને લેખિતમાં તેની પંચાયતને જાણ કરવા માટે કહેવામા આવ્યું છે અને જો દબાણ દૂર નહીં કરવામાં આવે તો પછી ગમે ત્યારે ગુજરાત પંચાયત ધારો 1993 કલમ 105 અન્વયે ગમે ત્યારે દબાણ દૂર કરવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *