ખંભાળિયા: ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની કેદ

ફરિયાદીને રૂા. 2.80 લાખ અને દંડ ચૂકવવા કોર્ટનો હુકમ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા ફરીયાદી અલીભાઈ હુસેનભાઈ ગજીયા દ્વારા મોગલ સદામભાઈ હુસેનભાઈ (રહે. કોડીનાર) સામે…

ફરિયાદીને રૂા. 2.80 લાખ અને દંડ ચૂકવવા કોર્ટનો હુકમ

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા ફરીયાદી અલીભાઈ હુસેનભાઈ ગજીયા દ્વારા મોગલ સદામભાઈ હુસેનભાઈ (રહે. કોડીનાર) સામે ખંભાળિયાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચેક રિટર્ન અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જે અન્વયે આરોપીએ અલગ અલગ બે ચેક મળી કુલ રૂૂપિયા 2.80 લાખની રકમ ફરિયાદી અલીભાઈને ચૂકવવાની થતી હોય, જે રકમ ન ચૂકવતા આ અંગે આરોપી સામે કેસ ચાલી જતા ફરિયાદી તરફે રજૂ કરવામાં આવેલા વિવિધ પુરાવાઓ તથા અહીંના એડવોકેટ જે.એમ. સાગઠીયા, વાય.એમ આરબાણી, આર.બી. ચાવડા વિગેરે દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં લઈને આરોપીને બે વર્ષની કેદની સજા તથા રૂૂપિયા 2.80 લાખ ફરિયાદીને ચૂકવવા તથા રૂૂપિયા 2.80 લાખનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *