અમદાવાદના ખ્યાતિકાંડમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહત્ત્વની તપાસ અને ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ખેડાના કપડવંજમાં એક નાનકડા ફાર્મહાઉસમાંથી આ સમગ્ર પ્રકરણમાં સૌથી મોટો ખેલાડી ચિરાગ રાજપૂત,રાહુલ જૈન અને મિલિંદ પટેલ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં હોસ્પિટલના માલિક કાર્તિક પટેલ ડિરેક્ટર સંજય પટોલિયા અને રાજશ્રીબહેન કોઠારીની સીધી કે આડક્તરી સંડોવણી ન હોવાનું કહી પોલીસે ક્લીનચીટ આપી છે. જો કે, હજુ ત્રણેય ફરાર છે. પોલીસનું કહેવું છે કે, આખું કૌભાંડ ચિરાગ રાજપૂત ચલાવતો હતો. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના કહેવા મુજબ ચિરાગ રાજપૂત હોસ્પિટલ ચલાવવા ફાઈનાન્સર શોધતો હતો. ત્યારે અનેક બિલ્ડરના સંપર્કમાં આવ્યો હતો. આમાંથી એક કાર્તિક પટેલ પણ હતા. એ પછી તેઓ ચિરાગ સાથે મળી હોસ્પિટલના ધંધામાં જોડાયા હતા. પોલીસનો દાવો છે કે, 2021માં હોસ્પિટલના ઉદઘાટન પછી કાર્તિક પટેલ ક્યારેય હોસ્પિટલ આવ્યા જ નથી. જ્યારે રાજશ્રીબહેન કોઠારી ફાઈનાન્સર છે પણ હોસ્પિટલ આવતા ન હતા.
હોસ્પિટલના માલિક કાર્તિક પટેલ ડિરેક્ટર સંજય પટોલિયા અને રાજશ્રીબહેન કોઠારીની સીધી કે આડક્તરી સંડોવણી ન હોવાનું કહી પોલીસે ક્લીનચીટ આપી છે. જો કે, હજુ ત્રણેય ફરાર છે. પોલીસનું કહેવું છે કે, આખું કૌભાંડ ચિરાગ રાજપૂત ચલાવતો હતો. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના કહેવા મુજબ ચિરાગ રાજપૂત હોસ્પિટલ ચલાવવા ફાઈનાન્સર શોધતો હતો. ત્યારે અનેક બિલ્ડરના સંપર્કમાં આવ્યો હતો. આમાંથી એક કાર્તિક પટેલ પણ હતા. એ પછી તેઓ ચિરાગ સાથે મળી હોસ્પિટલના ધંધામાં જોડાયા હતા. પોલીસનો દાવો છે કે, 2021માં હોસ્પિટલના ઉદઘાટન પછી કાર્તિક પટેલ ક્યારેય હોસ્પિટલ આવ્યા જ નથી. જ્યારે રાજશ્રીબહેન કોઠારી ફાઈનાન્સર છે પણ હોસ્પિટલ આવતા ન હતા.