ટ્રેક્ટર ચોકમાં પૈસાની લેતી-દેતીમાં બોલી બઘડાટી : બે યુવકને ઈજા

શહેરમાં થોરાળા મેઈન રોડ ઉપર આવેલા કુબલિયાપરામાં એક વર્ષ પહેલા આપેલા રૂપિયા 40 હજારની ઉઘરાણી કરતા યુવાને હાલ રૂપિયા નહીં હોવાથી બાદમાં આપી દઈશ તેમ…

શહેરમાં થોરાળા મેઈન રોડ ઉપર આવેલા કુબલિયાપરામાં એક વર્ષ પહેલા આપેલા રૂપિયા 40 હજારની ઉઘરાણી કરતા યુવાને હાલ રૂપિયા નહીં હોવાથી બાદમાં આપી દઈશ તેમ કહેતા બે પક્ષ વચ્ચે મારામારી થઈ છે. જેમાં બે યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ શહેરમાં નવા થોરાળા મેઈન રોડ ઉપર રહેતા વિક્રમ કનુભાઈ સોલંકી ઉ.વ.30 સાંજના 5:30 વાગ્યાના અરસામાં નવા થોરાળા મેઈન રોડ ઉપર ટ્રેક્ટર ચોકમાં હતા ત્યારે અનિલ સોલંકી, સંજય સોલંકી, અને રસિલા સોલંકી સહિતના શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. જ્યારે વળતા પ્રહારમાં અનિલ દિપકભાઈ મકવાણા ઉ.વ.27 ઉપર વિજય સહિતના શખ્સોએ છરી વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા બન્ને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

આ અંગે પ્રાથમિક પુછપરછમાં અનિલ મકવાણાએ એકાદ વર્ષ પૂર્વે બાળકોની બિમારીની સારવાર માટે વિજય સોલંકી પાસે રૂા. 40 હજાર લીધા હતાં. જે રૂપિયાની વિજય સોલંકીએ ઉઘરાણી કરતા અનિલ મકવાણાએ હાલ રૂપિયા નહીં હોવાથી બાદમાં આપી દેવાનું કહેતા બન્ને વચ્ચે બોલાચાલી થયા બાદ મારમારી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *