યુપીના કાનપુર રહેતાં કલ્પનાબેન રામબહાદુર પાલીવાલ (ઉ.વ.55) નામના મહિલા રાતે બારેક વાગ્યે માધાપર ચોકડીએ હોટેલમાં હતાં ત્યારે એકાએક બેભાન થઇ જતાં સાથેના છત્તીસગઢના પ્રદિપભાઇએ તેમને તુરત જ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિં વહેલી સવારે મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર કલ્પનાકિર્તીએ છુટાછેડા લીધા હતાં અને તે હાલ શિક્ષીકા તરીકે નોકરી કરતાં હતાં. હાલમાં તે અને મિત્ર છત્તીસગઢના પ્રદિપભાઇ સહિતના સૌરાષ્ટ્રના યાત્રાધામોના દર્શને આવ્યા હતાં.આ બંને આગામી મહિને કોર્ટ મેરેજ પણ કરવાના હતાં.ત્યાં હૃદય રોગનો હુમલો તેણી માટે જીવલેણ નીવડયો હતો. પોલીસે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
જ્યારે બીજા બનાવમાં સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર-2માં રહેતો દેવલ દિપકભાઈ મહેતા (ઉ.27) નામનો યુવાન આજે સવારે પોતાના ઘરે હતો ત્યારે બેભાન થઈ જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તબીબોએ હાર્ટએટેકથી મોત થયાનું જણાવ્યું હતું. મૃતક બે ભાઈમાં નાનો અને મેડીકલ સ્ટોરમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યુ છે. જ્યારે ત્રીજા બનાવમાં ભક્તિનગર વિસ્તારમાં આવેલી વાલકેશ્વર સોસાયટી માં રહેતા ગોપાલભાઈ ઈશ્વરભાઈ અજુગીયા નામના 46 વર્ષના આધેડ બપોરે તેમના ઘરે હતા.ત્યારે અચાનક બે બંધ થઈ જતા તેમનું મોત નીપજ્યું હતું.
