સુરતના તક્ષશીલા અને ટીઆરપી અગ્નિકાંડ બાદ જે કોચિંગ ક્લાસીસને ફાયર એન.ઓ.સી. માટે નોટિસ અપાઇ હતી, ફરી એ જ ઇન્સ્ટિટ્યૂટને નોટિસ આપવાની કાગળ પરની થતી કામગીરી, કોઇ ઠોસ પગલા નહીં
જ્યારે કોઇ શાળા, કોલેજ, કોચિંગ ક્લાસીસ કે ગેમ ઝોનમાં આગ લ ાગે એટલે ફરી દોડતી થવાના રાજકોટ મનપાના વર્ષો જુના સીલસીલામાં ફરી એકવખત શહેરના કોચિંગ ક્લાસી અને શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફ્ટીની ચકાસણી માટે ધોંસ શરૂૂ કરવામા આવી છે. ફાયર સેફ્ટીના સાધનો વસાવી લેવા માટે મનપાએ અલ્ટીમેટમ આપ્યા બાદ એન.ઓ.સી. માટે આવેલી અરજી પરથી ફાયર બ્રિગેડ શાખાએ એન.ઓ.સી. આપતા પહેલા ચકાસણીનો દોર શરૂૂ કર્યો છે. છેલ્લા પાંચ દિવસમાં 37થી વધુ ઇન્સ્ટીટ્યુટને નોટિસ ફટકારવામા આવી છે. દરમિયાન આજે ટ્યુશન ક્લાસીસ એસોસિએશનની એક મિટિંગ મનપાએ બોલાવી હતી.
જેમા એસોસિએશનન સાથે સંકળાયેલા હોય તેવા શહેરમાં આવેલા તમામ ઇન્સ્ટીટ્યુટના નામ અને સરનામાનુ લિસ્ટ મેળવવામા આવ્યુ હતુ. ચેકીંગ દરમિયાન ફાયર સેફ્ટીનો અભાવ હશે તો નોટિસની મુદત સુધીમાં જો સુરક્ષાની વ્યવસ્થા કરીને એન.ઓ.સી. લેવામા નહીં આવે તો ઇન્સ્ટીટ્યુટ સીલ કરી દેવામા આવશે તેવી ચેતવણી આપવામા આવી હતી. જો કે સુરતની તક્ષશીલા બિલ્ડીંગના કોચિંગ ક્લાસીસમાં આગ લાગ્યાની ઘટના બની હતી ત્યારે રાજકોટના જે કોચિંગ ક્લાસીસ, ઇન્સ્ટીટ્યુટને નોટિસો અપાઇ હતી એ જ તમામ ક્લાસીસને ફરી નોટિસ આપવામા આવી રહી છે. નોટિસ પે નોટિસના આવા નાટકનો કોઇ અર્થ સરતો નથી. ઠોંસ કદમ લેવાના બદલે મિટિંગ બોલાવવી, નોટિસ આપવી, સીલની માત્ર ચીમકી જ આપવાનો સીલસીલો આજે પણ જારી રાખવામા આવ્યો છે.
મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ એવો તાકીદનો હુકમ જારી કર્યો છે કે, ફાયર એન.ઓ.સી. વગરની શાળા-કોલેજ કે અન્ય કોઇપણ કોચિંગ ક્લાસીસ પકડાય તો જ્યા સુધી એન.ઓ.સી. ન લે ત્યાં સુધી બંધ કરાવવા. જરૂૂર પડ્યે સીલ કરી દેવાનો પણ કડક આદેશ ફાયરબ્રિગેડ શાખાને આપ્યો છે. એ પૂર્વે શાળા અને ટ્યુશન સંચાલકો સાથે મનપાએ મિટીંગ કરીને ફાયર સેફ્ટીની ગાઇડલાઇન સમજાવવામા આવી રહી છે. પંદર દિવસમાં જ ફાયર સેફ્ટીના સાધનો વસાવી લેવા માટે અલ્ટીમેટમ અપાઇ રહ્યુ છે.
દરમિયાન આજે નિર્મલા રોડ પર આવેલા ફાયર સ્ટેશનમાં રાજકોટ ટ્યુશન ક્લાસીસી એસોસિએશનના હોદેદારો સાથે મિટિંગ રાખવામા આવી હતી. એસોસિએશન સાથે જોડાયેલા હોય તેવા રાજકોટના તમામ કોચિંગ ક્લાસીસના નામ અને સરનામા સાથેની યાદી માગવામા આવી છે. આજે સાંજ સુધીમાં આ યાદી મનપાને મોકલી દેવામા આવશે તેવી ખાતરી એસોસિએશને આપી છે. દરમિયાન ટ્યુશન સંચાલકોને એવી ચેતવણી આપવામા આવી છે કે, ચેકીંગ દરમિયાન જો ફાયર સુરક્ષામાં કોઇ ફોલ્ટ જણાશે તો સુરક્ષા માટેના સાધનો ફીટ કરવા માટે સાતથી દસ દિવસની મુદત આપતી નોટિસ આપવામા આવશે. મુદત સુધીમાં જો સાધનો ફીટ કરવામા આવેલા નહીં હોય તો ક્લાસીસ સીલ કરી દેવામા આવશે.
