જૂનાગઢની જેન્સી કાનાબારે ઓસ્ટ્રેલિયન ઓપન U-14નો ખિતાબ જીતી ઇતિહાસ રચ્યો

    ઓસ્ટ્રેલિયન ઓપન U-14 ટાઇટલ જીતીને જૂનાગઢની દીકરીએ સમગ્ર ભારતનું નામ રોશન કર્યું છે. તેણે ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફીક એલિટ અંડર 14 વુમન્સ ટાઇટલ…

 

 

ઓસ્ટ્રેલિયન ઓપન U-14 ટાઇટલ જીતીને જૂનાગઢની દીકરીએ સમગ્ર ભારતનું નામ રોશન કર્યું છે. તેણે ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફીક એલિટ અંડર 14 વુમન્સ ટાઇટલ જીતનાર પહેલી ભારતીય પ્લેયર બની છે. 14 વર્ષની આ ખેલાડીએ ફાઈનલમાં ખૂબ જ દૃઢ નિશ્ચય દર્શાવ્યો અને ઓસ્ટ્રેલિયાની જ મુસેમ્મા સિલેકને 3-6, 6-4, 6-1થી હરાવીને ખિતાબ જીત્યો.

શરૂૂઆતનો સેટ ગુમાવ્યા પછી અને બીજા સેટમાં 0-2થી પાછળ રહી ગયા પછી, જેન્સી શાંત રહી અને હાર ન માની. તેણે ધીમે ધીમે પોતાની લય શોધી, વધુ આત્મવિશ્વાસ સાથે રમી અને પ્રભાવશાળી કમબેક કરીને જીત મેળવવા માટે મેચને સંપૂર્ણપણે ફેરવી દીધી. જેન્સી કાનાબારે 2026 ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા-પેસિફિક એલીટ 14 અને અંડર ટ્રોફીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું, મેલબોર્ન પાર્ક ખાતે રાઉન્ડ-રોબિન સ્ટેજ પર પ્રભુત્વ મેળવ્યું. તેણે તેની બધી મેચ સીધા સેટમાં જીતીને ગ્રુપ-અમાં 3-0ના સંપૂર્ણ રેકોર્ડ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું.નોકઆઉટ રાઉન્ડમાં જેન્સીનો કોન્ફિડન્સ વધતો ગયો. જાપાનની આઓઈ યોશિદા વિરુદ્ધ સેમીફાઈનલમાં જેન્સીએ ટુર્નામેન્ટનું પોતાનું સૌથી શાંત પ્રદર્શન કર્યું.

પહેલા સેટનો ટાઈબ્રેકર 7-6(3) થી જીત્યો અને પછી મેચ 6-2 થી જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી. ત્યારબાદ તેણે સિલેક વિરુદ્ધ શાનદાર વાપસી કરીને ઐતિહાસિક ખિતાબ સાથે પોતાનું અભિયાન પૂર્ણ કર્યું. જુનિયર ઇવેન્ટ્સ ઉપરાંત, જેન્સીએ સિનિયર લેવલ પર પણ પ્રભાવ પાડ્યો છે. માત્ર 14 વર્ષની વયે, તેણે ITF વુમન્સ સર્કિટ પર ડેબ્યૂ કર્યું અને સ્ટ્રેટ-સેટમાં જીત મેળવીને W15 ટૂર્નામેન્ટના મેઈન ડ્રો માટે ક્વોલિફાય કર્યું. મેદાન પર તેની શિસ્ત, એકાગ્રતા અને મજબૂત માનસિકતા તેને ભારતીય ટેનિસની સૌથી તેજસ્વી યુવા આશાઓમાંની એક તરીકે સ્થાપિત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *