ડ્રગ એન્ડ ફૂડ વિભાગમાં સફાઇ, 73 અધિકારીઓની બદલી

નકલી દવાના કાળા કારોબારની ફરિયાદો બાદ આરોગ્યતંત્રની ઉંઘ ઉડી ગુજરાતમાં નકલી દવાના કાળા કારોબારની વ્યાપક ફરીયાદો બાદ રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ આવતા…

નકલી દવાના કાળા કારોબારની ફરિયાદો બાદ આરોગ્યતંત્રની ઉંઘ ઉડી

ગુજરાતમાં નકલી દવાના કાળા કારોબારની વ્યાપક ફરીયાદો બાદ રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ આવતા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કુલ 73 અધિકારીઓની બદલીના એક સાથે હુકમો કરવામાં આવ્યા છે.

રાજયમાં મેડીકલ સ્ટોર્સથી માંડી નકલી દવાઓના ઉત્પાદકોની સિન્ડિકેટમાં સરકાર અને તંત્ર સામે પણ અંગુલી નિર્દેશો થઇ રહ્યા છે ત્યારે એક સાથે 73 અધિકારીઓની બદલીથી ચકચાર જાગી છે.

રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ આવતા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કુલ 18 પ્રવર ઔષધ નિરીક્ષકની તેમજ વર્ગ બેના 18 ઔષધ નિરીક્ષકની હંગામી બદલીના હુકમો કરવામાં આવ્યા છે.
આ સિવાય ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા 11 મદદનીશ કમિશનર વર્ગ-1 તેમજ 10 પ્રવર ઔષધ નિરિક્ષક વર્ગ-2ની બદલી કરાઇ છે તેમાં રાજકોટના એમ.જી. ગાંગાણીને જામનગર મુકવામાં આવ્યા છે. જયારે અમદાવાદ રૂરલના એચ.કે. પટેલની રાજકોટ બદલી કરાઇ છે.આ ઉપરાંત ઔષધ નિરિક્ષક વર્ગ-2 તરીકે ફરજ બજાવતા કુલ 16 અધિકારીઓની પણ બદલી કરાઇ છે.

 

જી.એ.એસ. કેડરના 16 અધિકારીની બદલી, મુકેશ પુરીનો કાર્યકાળ બે વર્ષ લંબાવાયો
ગુજરાતના વહીવટી માળખાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી સરકાર દ્વારા આજે બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર, રાજ્યના 16 સિનિયર સ્કેલના GAS (ગુજરાત વહીવટી સેવા) અધિકારીઓની સામૂહિક બદલી અને નિમણૂંક કરવામાં આવી છે. બીજી તરફ નિવૃત્ત IAS અધિકારી મુકેશ પુરીના કાર્યકાળમાં બે વર્ષનો વધારો કરી તેમને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
આર.કે. વાંગવાણીની ડેપ્યુટી કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓના કમિશનરની કચેરી, વી.સી. બાગુલની જનરલ મેનેજર, ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડ, કે.વી. ગામીતની સંયુક્ત નિયામક, અન્ન અને નાગરિક પુરવઠો, સુરતમાં, એચ.એમ. સોલંકીની OSD, ટુરીઝમ કોર્પોરેશન, ગાંધીનગર. આર.એન. ગબાણીની ચીફ પર્સનલ ઓફિસર (ગ્રામીણ), નેશનલ હેલ્થ મિશન, ગાંધીનગર. ડી.વી. વિઠ્ઠલાણીની સંયુક્ત કમિશનર, સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સી, વડોદરા. એ.ડી. વણઝારાની ડાયરેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA), પાટણ ખાતે બદલી કરાઇ છે.
રાજ્ય સરકારે નિવૃત્ત IAS અધિકારી મુકેશ પુરી પર ફરી વિશ્વાસ મૂક્યો છે. તેઓ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત રહેશે. તેમનો આ નવો કાર્યકાળ 01 ફેબ્રુઆરી 2026 થી શરૂૂ થઈ આગામી બે વર્ષ સુધી અથવા સરકારના આગામી આદેશ સુધી અમલી રહેશે. આ નિમણૂંક ફેબ્રુઆરી 2024 ના ઠરાવની શરતોને આધીન રહેશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *