રાજકોટના ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલો જૂનાગઢનો શખ્સ તમંચો અને કાર્ટીસ સાથે ઝડપાયો

  ગુનાહિત ઇતિહાસ ધરાવતો જૂનાગઢના યુવકને એસઓજીએ તમંચો, 2 કાર્ટીસ સાથે ઝડપી પાડી રૂૂપિયા 10,200નો મુદ્દામાલ કબજે લીધો હતો. એસ ઓ જી પીએસઆઈ એમ. વી.…

 

ગુનાહિત ઇતિહાસ ધરાવતો જૂનાગઢના યુવકને એસઓજીએ તમંચો, 2 કાર્ટીસ સાથે ઝડપી પાડી રૂૂપિયા 10,200નો મુદ્દામાલ કબજે લીધો હતો. એસ ઓ જી પીએસઆઈ એમ. વી. રાઠોડની ટીમ જુનાગઢ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે શહેરમાં જેલ રોડ સુખનાથ ચોક પાસે આવેલ મતવાવાડમાં રહેતો 30 વર્ષીય એજાજ ઉર્ફે એજુ ફારુક બ્લોચ હથિયાર સાથે ખામધ્રોળ ગામથી ખલીલપુર ચોકડી તરફ નીકળવાનો હોવાની બાતમી મળતા ખલીલપુર ચોકડીથી આગળ ખામધ્રોળ રોડ પર આવેલ રામ નિકેત ફાર્મ નજીકથી ઝડપી લઇ અંગઝડતી કરતા નેફામાંથી પીળા કલરની થેલીમાંથી દેશી હાથ બનાવટનો તમંચો અને બે જીવતા કાર્ટીસ મળી આવતા ધરપકડ કરી હતી.

એસઓજી ઓફિસ પર લઈ જઈ શખ્સ પાસેથી રૂૂપિયા 10,000ની કિંમતનો દેશી તમંચો અને રૂૂપિયા 200ની કિંમતના 2 કાર્ટીસ સહિત રૂૂપિયા 10,200નો મુદ્દામાલ કબજે લીધો હતો. એસઓજી કોન્સ્ટેબલ રોહિત ધાધલે તાલુકા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ હેઠળ ગુનો દાખલ કરાવી કાર્યવાહી હાથ ધરી હતી.

તમંચો અને 2 કાર્ટીસ સાથે પકડાયેલા એજાજ ઉર્ફે એજુ બ્લોચ વિરુદ્ધ વર્ષ 2014 થી 2019 દરમિયાન જુનાગઢ, રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટનાં 4, હત્યાની કોશિશ, મારામારી તથા રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક સહિત 10 ગુના નોંધાયા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *