મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 5/164 રન

સ્ટીવ સ્મિથના શાનદાર 140 રન, બુમરાહે ચાર વિકેટ ઝડપી, રોહિત-વિરાટનું કંગાળ પ્રદર્શન, મનમોહનસિંહના માનમાં ટીમ ઇન્ડિયા કાળી પટ્ટી બાંધી મેદાનમાં ઉતરી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને…

સ્ટીવ સ્મિથના શાનદાર 140 રન, બુમરાહે ચાર વિકેટ ઝડપી, રોહિત-વિરાટનું કંગાળ પ્રદર્શન, મનમોહનસિંહના માનમાં ટીમ ઇન્ડિયા કાળી પટ્ટી બાંધી મેદાનમાં ઉતરી

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલીયન ટીમ 474 રનમાં આઉટ થયા બાદ ભારતની કંગાળ શરૂઆત રહી છે.માત્ર 164 રનમાં 5 વિકેટ ગુમાવતા ભારત પર ફોલોઓનનો ખતરો જોવા મળી રહ્યો છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના માનમાં ટીમ ઇન્ડીયાના ખેલાડી હાથમાં બ્લેક પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા હતા.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 26 ડિસેમ્બરે શરૂૂ થઈ હતી. આજે મેચનો બીજો દિવસ છે. ભારતીય ટીમનો સ્કોર સ્ટમ્પ સુધી 164/5 (46 ઓવર) છે. આ મેચની પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 474 રન પર જ સિમિત રહી હતી.

સ્ટીવ સ્મિથે 140 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે જસપ્રીત બુમરાહે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. ભારત તરફથી રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ મેચની શરૂૂઆત કરવા આવ્યા હતા. પરંતુ રોહિત શર્મા દિવસની બીજી ઓવરમાં કાંગારૂૂ કેપ્ટન પેટ કમિન્સના બોલ પર આઉટ થઈ ગયો હતો. જ્યારે કેએલ રાહુલ યોગ્ય લયમાં હોય તેવું લાગતું હતું પરંતુ તે પણ પેટ કમિન્સના બોલ પર બોલ્ડ થયો હતો.

આ પછી કોહલી અને યશસ્વીએ મળીને 102 રનની ભાગીદારી કરી હતી. પરંતુ તે પછી યશસ્વી જયસ્વાલ ઝડપી રન લેવાનો પ્રયાસ કરતી વખતે 82 રને આઉટ થયો હતો. આ પછી સ્કોરબોર્ડમાં વધુ એક રન ઉમેરાયો જ્યારે સ્કોટ બોલેન્ડે પીચ પર સેટલ થયેલા વિરાટ કોહલીને એલેક્સ કેરીના હાથે વિકેટ પાછળ કેચ આઉટ કરાવ્યો. ત્યારબાદ નાઈટ વોચમેન આકાશ દીપ (0) આઉટ થયો હતો. આ રીતે યશસ્વી, કોહલી અને આકાશ દીપની વિકેટ 6 રનમાં જ પડી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ટેસ્ટના પ્રથમ દાવમાં 474 રન બનાવ્યા છે. બીજા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમે 311ના સ્કોરથી પોતાની ઇનિંગ આગળ ધપાવવાની શરૂૂઆત કરી હતી અને સ્ટીવ સ્મિથની સદીની મદદથી કાંગારૂૂ ટીમ છેલ્લી 4 વિકેટે 159 રન જોડવામાં સફળ રહી હતી. બોક્સિંગ ડે ટેસ્ટમાં બીજા દિવસે ફાસ્ટ બોલિંગ કોઈ ધાર બતાવી શકી ન હતી, પરંતુ રવીન્દ્ર જાડેજાએ પીચનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો હતો અને દાવમાં કુલ 3 વિકેટ ઝડપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *