રાષ્ટ્રીય
અદાણીને જીએમબીએ આપેલા ફાયદામાંથી ધ્યાન ભટકાવવા પત્રકાર લાંગાને ફીટ કરાયા
કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશનો આક્ષેપ
કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરી લખ્યું છે કે, ધ હિન્દુના અમદાવાદના પત્રકાર મહેશ લાંગા પર ગુજરાત મેરિટાઈમ બોર્ડ (જીએમબી)ની સત્તાવાર ફાઈલો રાખવાનો આક્ષેપ લગાવાયો છે, પરંતુ હકીકતમાં સરકારી ખજાનામાંથી અદાણીને ફાયદો કરાવવા માટે જીએમબીને ફરજ પાડવામાં આવી રહી છે.તે બાબત પરથી ધ્યાન હટાવવાની આ એક કોશિશ છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ગુપ્ત ફાઈલ રાખવાના આધાર પર પત્રકારની ધરપકડ એ લોકશાહી પર હુમલો છે,
સાચો ગુનો ગુજરાત સરકારના ઉચ્ચ સ્તરે થઈ રહ્યો છે, પએટલે જ અમે વારંવાર કહી રહ્યા છીએ કે અદાણી મામલાની વિસ્તૃત તપાસ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી) મારફત કરાવવી અત્યંત જરૂૂરી છે.થ કોંગ્રેસના સાંસદે સમગ્ર ક્રોનોલોજી દર્શાવી છે, જેમાં કહ્યું છે કે, વર્ષ 2024ની શરૂૂઆતમાં અદાણી પોર્ટસે જીએમબીને જણાવ્યું હતું કે, બિલ્ડ ઓપરેટ ઓન ટ્રાન્સફર (બુટ) ધોરણે ખાનગી બંદરો માટે ક્ધસેશનનો સમય ગાળો 30 વર્ષથી વધારીને 75 વર્ષ કરો.
આવું કરવાની પેરવી થઈ છે.12મી માર્ચ 2024ના રોજ જીએમબીની બેઠક મળી હતી અને ભલામણ કરાઈ હતી કે, પોર્ટના મિલકતો અને સંચાલન માટે વધુ બિડ આમંત્રિત કરવામાં આવે અને હાલના ઓપરેટર એટલે કે અદાણી પોર્ટસ સાથે નાણાંકીય શરતો પર ફરીથી વાટાઘાટો કરવામાં આવે. અલબત્ત, થોડા દિવસો પછી જીએમબીની ભલામણોને ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (જીઆઈડીબી) અને મુખ્યમંત્રીએ ફગાવી દીધી હતી, જેના પરિણામે મુંદ્રા, હજીરા અને દહેજ બંદરો પર 75 વર્ષ સુધી અદાણીના કબજા માટેનો માર્ગ મોકળો થઈ ગયો. નાણાં વિભાગ દ્વારા વર્ષ 2027-28માં અત્યારની જે ક્ધસેશન મુદ્દત પૂર્ણ થવાની છે.
એ પછી અદાણી પોર્ટસ દ્વારા રાજ્યને ચુકવવા પાત્ર રોયલ્ટી આવકની રકમ અંગે પણ જીએમબી પાસેથી કેટલીક સ્પષ્ટતાઓ માંગવામાં આવી, અદાણી પોર્ટસ દ્વારા રાજ્યને ચુકવણીનો જીએમબીનો પ્રાથમિક અંદાજ 1700 કરોડ પ્રતિ વર્ષ છે.
જ્યારે કંપનીના દાવા પ્રમાણે આ રકમ 394 કરોડ પ્રતિ વર્ષ છે. આ ઘટનાક્રમ પછી અધિકારીઓની બદલી કરવામાં આવી અને કંપનીને અનુકૂળ આવે તે રીતે આંકડાઓ પર ફરીથી કામ કરવામાં આવ્યું.
રાષ્ટ્રીય
અધિકારી-જજ સામે મની લોન્ડરિંગની કાર્યવાહી પહેલાં સરકારની મંજૂરી ફરજિયાત
ED દ્વારા PMLA હેઠળ આંધ્રપ્રદેશનાIAS સામેના કેસમાં સુપ્રીમ કોર્ટનો અગત્યનો ચુકાદો: રાજ્ય સરકારના અધિકારીઓને સીધા નિશાન બનાવવા સામે રોક
સર્વોચ્ચ અદાલતે એક અત્યનો ચુકાદો આપ્યો છે કે, ફરજ પર હોય ત્યારે મની લોન્ડરિંગના આરોપી જાહેર સેવકો સામે કેસ શરૂૂ કરતા પહેલા સરકારની સંબંધિત સત્તાની મંજૂરી લેવી જરૂૂરી છે. આ ચુકાદાથી કેન્દ્રના નાણામંત્રીલયની સીધી દેખરેખ હેઠળ પીએમએલએના કેસમાં એન્ફોસમેન્ટ ડિરેક્ટોરેટને જે તે રાજ્ય સરકારના અધિકારી સામે કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકારની પૂર્વ મંજુરી ફરજિયાત લેવી પડશે. સુપ્રિમ કોર્ટે પ્રમાણીક અધિકારીઓની સુરક્ષા માટે પૂર્વ મંજુરી જરૂરી હોવાનું પણ અગત્યનું અવલોકન કર્યુ હતું.
કોર્ટે બુધવારે કહ્યું કે પીએમએલએની કલમ 197(1) હેઠળ એવી જોગવાઈ છે કે સરકારી અધિકારીઓ અને ન્યાયાધીશો વિરુદ્ધ કેસ ચલાવવા માટે સરકાર પાસેથી મંજૂરી લેવી પડે છે. આ જોગવાઈ હવે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ માં પણ લાગુ છે.
વાસ્તવમાં, ઈડીએ આંધ્ર પ્રદેશના અમલદાર બિભુ પ્રસાદ આચાર્ય વિરુદ્ધ મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો હતો. જેને તેલંગાણા હાઈકોર્ટે 2019માં સરકારની મંજૂરી વગર કેસ ચલાવવા બદલ ફગાવી દીધો હતો. આના વિરૂૂદ્ધ ઈડી સુપ્રીમ કોર્ટ પહોંચી હતી, જ્યાં બુધવારે જસ્ટિસ અભય એસ ઓક અને જસ્ટિસ એજે મસીહની બેન્ચે પણ અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે પીએમએલએ હેઠળ કેસ ચલાવતા પહેલા સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ ઈમાનદાર અને વફાદાર અધિકારીઓની સુરક્ષા માટે છે.
ઈડીએ બિભુ પ્રસાદ આચાર્ય પર સરકારી જમીનની ફાળવણી દરમિયાન પોતાના સત્તાવાર પદનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
ઈડીએ જણાવ્યું હતું કે બિભુએ મિલકતોનું ઓછું મૂલ્યાંકન કર્યું હતું. આ અનિયમિતતાઓને કારણે આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ સીએમ વાયએસ જગન મોહન રેડ્ડી સાથે જોડાયેલી ખાનગી કંપનીઓને ફાયદો થયો હતો. જેના કારણે સરકારને આર્થિક નુકસાન થયું હતું.
આ સિવાય ઈડીનો આરોપ છે કે બિભુએ આ વ્યવહારોને સરળ બનાવવા માટે મોટી રાજકીય હસ્તીઓ સાથે ષડયંત્ર રચ્યું હતું. ઈડીના આરોપો અંગે હજુ સુધી સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી નથી.
અધિકારીએ હાઈકોર્ટમાં કહ્યું- મેં જે પણ કર્યું તે મારા અધિકારક્ષેત્રમાં હતું જ્યારે આ મામલો 2019માં હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે આઈએએસ ઓફિસર બિભુ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે તેમણે જે પણ કાર્યવાહી કરી છે તે તેમની સત્તાવાર ક્ષમતામાં છે. બિભુએ કોર્ટમાં કહ્યું હતું કે તેમની સામે કેસ ચલાવતા પહેલા સીઆરપીસીની કલમ 197 હેઠળ સરકારના સક્ષમ અધિકારી પાસેથી મંજૂરી લેવી જરૂૂરી છે.
રાષ્ટ્રીય
VIDEO: કલમ 370ને લઈને જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં બબાલ, ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી, પોસ્ટર ફાડ્યા
આજે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ભારે હોબાળો થયો છે. વિધાનસભામાં કલમ 370ને લઈને પાર્ટીના ધારાસભ્યો અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ હંગામો કલમ 370 હટાવવાના પ્રસ્તાવ સાથે જોડાયેલો છે.આ દરમિયાન પોસ્ટર પણ ફાડી નાખવામાં આવ્યા હતા. હાલમાં ગૃહની કાર્યવાહી 20 મિનિટ માટે સ્થગિત કરવામાં આવી હતી. જો કે, સવારે 10:20 વાગ્યે ફરી એકવાર ગૃહની કાર્યવાહી શરૂ થઈ.
બારામુલ્લાના લોકસભા સાંસદ એન્જિનિયર રાશિદના ભાઈ ખુર્શીદ અહેમદ શેખે ગૃહમાં કલમ 370નું બેનર બતાવ્યું, ત્યારબાદ પાર્ટીના ધારાસભ્યો અને વિપક્ષો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ. ભાજપના નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુનીલ શર્માએ બેનર બતાવવાનો વિરોધ કર્યો હતો.. બીજેપી ધારાસભ્યોએ શેખ ખુર્શીદના હાથમાંથી પોસ્ટર લીધું અને તેને ફાડી નાખ્યું. આ પછી ભાજપના ધારાસભ્યએ હંગામો મચાવ્યો હતો.
ભારતીય જનતા પાર્ટીના નેતા રવિન્દ્ર રૈનાએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હવે ઈતિહાસ બની ગઈ છે. ઓમર અબ્દુલ્લા સરકાર પાકિસ્તાનનું મનોબળ વધારી રહી છે. કલમ 370એ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ, અલગતાવાદ અને પાકિસ્તાની માનસિકતાને જન્મ આપ્યો છે. આવી સ્થિતિમાં વિધાનસભામાં 370 પ્રસ્તાવને ગેરબંધારણીય રીતે લાવવો અને તેને ચોરોની જેમ ઉતાવળે, ગુપ્ત રીતે રજૂ કરવો એ દર્શાવે છે કે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરમાં ફરીથી સ્થિતિ બગડવા માંગે છે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે ભારત માતાની પીઠમાં છરો માર્યો છે.
કલમ 370 હટાવવાનું બિલ પસાર થયા બાદ ગુસ્સે ભરાયેલી ભીડ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહી હતી. આ દરમિયાન લંગેટ વિધાનસભા બેઠક પરથી અવામી ઇત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય ખુર્શીદ અહેમદ શેખે ગૃહમાં કલમ 370 હટાવવા સંબંધિત બેનર બતાવવાનું શરૂ કર્યું. આ પછી પાર્ટી અને વિપક્ષના ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ. ભાજપના નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુનીલ શર્માએ બેનર બતાવવાનો વિરોધ કર્યો હતો. જેમ જેમ હોબાળો વધતો ગયો તેમ, માર્શલે બચાવમાં આવવું પડ્યું. આ પછી ગૃહની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ખુર્શીદ અહેમદ શેખ બારામુલાના લોકસભા સાંસદ એન્જિનિયર રાશિદના ભાઈ છે.
રાષ્ટ્રીય
સલમાન ખાનને ધમકી આપનાર બિકારામ જલારામ બિશ્નોઈની ધરપકડ
છેલ્લા કેટલાક મહિનાઓથી સલમાન ખાનને એક પછી એક ધમકીઓ મળી રહી છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ ધમકીઓનો સિલસિલો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ક્યારેક મેસેજ દ્વારા તો ક્યારેક મેલ દ્વારા સલમાનને મારી નાખવાની ધમકીઓ સતત આવી રહી છે. હવે સલમાન ખાનને ધમકી આપનાર આરોપીની મુંબઈ પોલીસે કર્ણાટકમાંથી ધરપકડ કરી છે.
હાલમાં જ મુંબઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલ રૂમમાં એક મેસેજ આવ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે, સલમાન ખાન મંદિરમાં જઈને માફી માંગે, સાથે 5 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ મેસેજ મળ્યા બાદ પોલીસે તુરંત જ આરોપીની શોધ શરૂ કરી હતી. સલમાન ખાનને ધમકી આપનાર વ્યક્તિની કર્ણાટકના હાવેરીમાંથી ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીનું નામ બિકારામ જલારામ બિશ્નોઈ છે.
આરોપી રાજસ્થાનના જાલોરનો રહેવાસી છે
આરોપી બિકારામ જલારામ બિશ્નોઈ રાજસ્થાનના જાલોર જિલ્લાનો વતની છે. મુંબઈ પોલીસ આરોપીને કર્ણાટકથી મુંબઈ લાવી રહી છે. મોકલવામાં આવેલા ધમકીભર્યા મેસેજના આધારે મુંબઈના વર્લી પોલીસ સ્ટેશને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. મામલાની તપાસ કરતાં જાણવા મળ્યું કે આ મેસેજ કર્ણાટકથી મોકલવામાં આવ્યો હતો, જેના પછી મુંબઈ પોલીસની ટીમ કર્ણાટક પહોંચી અને સ્થાનિક પોલીસની મદદથી આરોપીની ધરપકડ કરવામાં આવી.
આરોપીએ પોતાની ઓળખ લોરેન્સ બિશ્નોઈના ભાઈ તરીકે આપી હતી
ધમકીભર્યો મેસેજ મોકલનાર વ્યક્તિએ દાવો કર્યો હતો કે તે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે. ધમકી આપનારની માંગણી હતી કે સલમાન કાં તો તેના મંદિરમાં જઈને માફી માંગે અથવા 5 કરોડ રૂપિયાની ખંડણી આપે. ધમકીમાં એ પણ સામેલ હતું કે જો સલમાન ખાન તેની વાત નહીં માને તો તેને મારી નાખવામાં આવશે. આરોપી બિકારમ એક કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતો હતો અને હાવેરીના ગૌદર વિસ્તારમાં અન્ય મજૂરો સાથે રૂમમાં રહેતો હતો. બિકારમના ઠેકાણા વિશે માહિતી મળ્યા બાદ, મુંબઈ પોલીસે હાવેરી પોલીસને જાણ કરી, ત્યારબાદ તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી.
-
રાષ્ટ્રીય20 hours ago
‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર
-
આંતરરાષ્ટ્રીય21 hours ago
ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
-
આંતરરાષ્ટ્રીય18 hours ago
ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે
-
ક્રાઇમ18 hours ago
માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ
-
ક્રાઇમ18 hours ago
ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ
-
આંતરરાષ્ટ્રીય21 hours ago
‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર
-
રાષ્ટ્રીય1 day ago
USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો
-
ગુજરાત18 hours ago
નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો થશે ઝળહળતો વિજય