ખંઢેર બનેલા કોન્વોકેશનમાં ‘જોષીપુરા’નો ઉતારો

સૌ.યુનિ. સામે કોંગ્રેસનો નવતર વિરોધ: છાત્રોને ડિગ્રી વિતરણ કરી આર્શ્ર્ચયજનક કાર્યક્રમ આપ્યો થોડા સમય પહેલા કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 17 વર્ષ પહેલા ખાતમૂહર્ત થયેલા એક…

સૌ.યુનિ. સામે કોંગ્રેસનો નવતર વિરોધ: છાત્રોને ડિગ્રી વિતરણ કરી આર્શ્ર્ચયજનક કાર્યક્રમ આપ્યો

થોડા સમય પહેલા કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 17 વર્ષ પહેલા ખાતમૂહર્ત થયેલા એક બાંધકામ હજુ પૂર્ણ ના થયાના ઘટસ્ફોટ કરીને સંઘ અને ભાજપ સરકારની નિષ્ફળતાના આક્ષેપો કરી એમ એક તીરે બે નિશાન ટાંક્યા હતા.વાત છે સંઘ અને ભાજપ સાથે જોડાયેલ અને સૌ.યુની.ના પૂર્વ કુલપતિ ડો. કમલેશ જોષીપૂરાના કાર્યકાળ દરમિયાન એટલે કે વર્ષ 2007 મા ખાતમૂહર્ત થયેલ કોન્વોકેશન હોલનુ કામ ભ્રષ્ટાચારના વિવાદો બાદ સ્થગિત થતા હજુ આજની તારીખે ખંઢેરમા ફેરવાયેલ સ્થિતિમા એમ ને એમ હોવાથી કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિઓએ આ ખંઢેરના 17 વર્ષ પૂર્ણ આજે થતા તેમનુ નામકરણ કરી નાટકીય રીતે ઉદ્ઘાટન કરવાની થોડા સમય પહેલા જાહેરાત કરી હતી.


આજે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા અને ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતની આગેવાનીમા અનેક વિદ્યાર્થી કાર્યકરોએ સૌરાષ્ટ્ર યુની.કેમ્પસમા આવેલ આ કોન્વોકેશન હોલની જગ્યા પર વિદ્યાર્થી કાર્યકરો દ્વારા તકદીનુ અનાવરણ કરીને ખંઢેરનુ નામકરણ જોશીપુરાનો ઉતારો નામ આપ્યુ હતું અને નાટકીય રીતે રીબીન કાપી ઉદ્ઘાટન કરી એક પ્રતિત્મારક વિરોધ દર્શાવ્યો હતો. પદવીદાન સમારોહમા વિદ્યાર્થીઓને પહેરવામા આવતા વેશ-પોષક ધારણ કરીને કાર્યકરોએ આ ખંઢેરમા પોતાની ડિગ્રી લેવા પહોચીને પ્લે કાર્ડ સાથે અંદર પ્રવેશીને આશ્ચર્યજનક વિરોધ દર્શાવ્યો હતો.


તાજમહલ મહેલ બનાવતા સમયે અંદાજે 17 વર્ષો લાગ્યા હતા ત્યારે તેનાથી વધુ સમયથી બનતા કોન્વોકેશન હોલે એક ઐતિહાસીક રેકોર્ડ બનાવતા ભ્રષ્ટાચારનુ શ્રેષ્ઠ પ્રતીકનો એવોર્ડ પણ એનાયત કરાયો હતો અને વધુમા આક્ષેપો કર્યા હતા કે વિદ્યાર્થીઓના હકના પૈસાથી બનનાર કોન્વોકેશન હોલમા 17 વર્ષ બાદ પણ વિદ્યાર્થીઓનો એક પદવીદાન સમારોહ ના યોજાયો હોય તો શા માટે મોટે ઉપાડે સતાધિસો જાહેરાતો કરી હતી? કોન્ટ્રાક્ટરોને કરોડોની રકમ ચૂકવી એ કેમ વસૂલાત કરતા નથી અને અત્યાર સુધી પોલીસ ફરિયાદ કેમ નોંધાઈ નથી ? સુસાશનની વાતો કરતી ભાજપ સરકાર પોતાના પક્ષના કહેવતા વિધવાન આગેવાનને બચાવવા કેમ તપાસ કમિટીઓમા ક્લીનચિટ આપી હતી.?વિપક્ષ તરીકે અમારી ફરજ બને કે જનતા સમક્ષ સરકાર અને યુની.ના સતાધિસોની લોલમપોલ છતી કરવી અને જેથી વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવે કે ખરેખર કેન્દ્ર અને રાજ્યમા રહેલી ભાજપ સરકાર માત્ર જાહેરાતો કરીને ખાતમુહર્તો જ કરે છે.


જો ગુજરાતના રાજ્યપાલ ખરા અર્થમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચાન્સેલર હોય તો સમગ્ર બાબતને વિજિલન્સ દ્વારા તપાસ કરાવે અને ભ્રષ્ટાચારમાં સામેલ જોશીપુરા એન્ડ કંપનીના સભ્યો સામે ફરિયાદ દાખલ કરે. કોંગ્રેસ તમામ બાબતના પુરાવાઓ આપવાની ખાતરી પણ આપે છે તેવુ કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *