મોરબી પાડાપુલ (જુનો પુલ) પર બેરીંગ બદલવાની, જોઈન્ટ બદલવાની અને પુલ પર માસ્ટિક આસફાલ્ટની કામગીરીના કારણે પુલ પર અવર જવર પ્રતિબંધ મૂકતું જાહેરનામું કલેકટરે બહાર પાડ્યું છે. આ જાહેરનામાનો અમલ તારીખ 12 ફેબ્રુઆરીનાં રોજ રાત્રીના 11 કલાકથી થશે. મરામત કામગીરીના કારણે પુલ બંધ કરાતા વૈકલ્પિક રૂૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે.
જે મુજબ ફક્ત એસટી બસ માટે મોરબી/રાજકોટ થી કચ્છ/અમદાવાદ તરફ જવા માટે નવા બસ સ્ટેન્ડથી ભકિતનગર ઓવરબ્રીજ નીચેથી પસાર થઇ દલવાડી ચોકડી, પંચાસર ચોકડી, વાવડી ચોકડી, નેક્સેસ સિનેમા, મચ્છુ નદી ક્રોસ કરી રવિરાજ ચોકડી થી ટીંબડી પાટીયા, માળીયા ફાટક ખાતેથી યુ-ટર્ન લઇ કચ્છ તરફ તેમજ અમદાવાદ જવા માટે રવિરાજ ચોકડી થી ટીંબડી પાટીયા થી માળીયા ફાટક થી મહેન્દ્રનગર ચોકડી થી અમદાવાદ/જેતપર તરફ જઇ શકાશે. કચ્છ થી મોરબી/રાજકોટ તરફ જવા માટે માળીયા ફાટક યુ-ટર્ન લઇને રવિરાજ ચોકડી થી મચ્છુ નદી ક્રોસ કરીને નેક્સેસ સિનેમા થી વાવડી ચોકડી, પંચાસર ચોકડી, દલવાડી ચોકડી, ઉમિયા સર્કલ થી નવા બસ સ્ટેન્ડ તરફ જઇ શકાશે. તથા અમદાવાદ થી મોરબી/રાજકોટ તરફ જવા માટે મહેન્દ્રનગર ચોકડી થી માળીયા ફાટક થી રિવરાજ ચોકડી થી મચ્છુ નદી ક્રોસ કરી નેક્સેસ સિનેમા, વાવડી ચોકડી, પંચાસર ચોકડી, દલવાડી ચોકડી થી ઉમિયા સર્કલ થી નવા બસ સ્ટેન્ડ તરફ જઇ શકાશે.
બસ સિવાય અન્ય વાહનો માટે મોરબી-1 (મોરબી શહેર) થી મોરબી-2 (મોરબી સામાકાંઠા વિસ્તાર) તરફ જવા માટે શક્તિ ચોક થી મયુર પુલ ઉપર થી લાલબાગ (મહારાણા પ્રતાપ સર્કલ) તરફ જઇ શકાશે. મોરબી-2 (મોરબી સામાકાંઠા વિસ્તાર) થી મોરબી-1 (મોરબી શહેર) તરફ જવા માટે લાલબાગ (મહારાણા પ્રતાપ સર્કલ) તરફ થી બેઠા પુલ પર થી શક્તિ ચોક તરફ જઇ શકાશે.
