128 ક્લાર્કના ભરતીના ઇન્ટરવ્યુ અને વેરીફીકેશનની કામગીરી પૂર્ણ થતાં નિમણૂક કરાઇ
મહાનગરપાલિકાના મોટા ભાગના વિભાગોમાં છેલ્લા ઘણા સમયથી જૂ.કલાર્કની જગ્યાઓ ખાલી હતી. જેની ભરતી માટે પરીક્ષા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યાર બાદ 128 કલાર્કની ભરતી માટેના ઇન્ટરવ્યુ સહિતની વેરીફિકેશનની કાર્યવાહી ગઇકાલે પૂર્ણ થતા આજે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ જનરલ કેટેગરીમાં આવતા 35 જુ.કલાર્કની નોકરીના ઓર્ડર કરી નિમણૂંક પત્ર આપ્યા હતા.
મહાનગરપાલિકામાં વર્ષોથી ભરતી પ્રક્રિયા હાથ ન ધરાતા તેમજ છેલ્લા ઘણા વર્ષો દરમિયાન અનેક અધિકારી સહિતના કર્મચારીઓ નિવૃત થતા મોટાભાગના વિભાગોમાં સૌથી વધુ જુ.કલાર્કની જગ્યાઓ ખાલી પડી હતી. જેના કારણે વિભાગીય કામગીરીમાં સમસ્યાઓ અને કામગીરી મદગતીએ ચાલતી હોવાથી રાજ્ય સરકારની સૂચના બાદ જુ.કલાર્કની ભરતી માટે પરીક્ષા સહિતની કામગીરી મનપાએ હાથ ધરી હતી. જે પૂર્ણ થયા બાદ ઇન્ટરવ્યુ અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન સહિતની કામગીરી છેલ્લા એક માસથી ચાલુ કરવામાં આવેલ જે ગઇકાલે પૂર્ણ થતા ફાઇનલ લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતુ.
128 જુ.કલાર્કની નિમણુક કરવાની હોવાથી પ્રથમ જનરલ કેટેગરીમાં આવતા 35 જુ.કલાર્કના અલગ અલગ વિભાગોમાં ઓર્ડર કરવામાં આવ્યા હોવાનુ જાણવા મળેલ છે. મહાનગરપાલિકામાં જુ.કલાર્કની 128 જગ્યા ભરવા માટે તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ આજરોજ જનરલ કેટેગરીમાં આવતા 35 ઉમેદવારોને જુ.કલાર્કની નિમણુક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. જયારે બાકી રહેતા ઓબીસી સહિતની કેટેગરીમાં 93 ઉમેદવારોનું ફાઇનલ લીસ્ટ સરકારમાં મોકલવામાં આવ્યુ છે. આ તમામ કેટેગરીમાં ફાઇલન થયેલા 93 ઉમેદવારોને જુ.કલાર્કની નોકરીના ઓર્ડર સરકાર મંજૂર કરી મહાનગરપાલિકાને મોકલશે ત્યાર બાદ જે વિભાગમાં જરૂરીયાત હસે અને ફકત વિભાગીય કેટેગરી મુજબ ભરતી થઇ હસે તે મુજબના ઓર્ડર મ્યુનિ.કમિશનર દ્વારા કરવામાં આવશે.
