પી.એમ.મોદીના માતા વિશે અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણા

બિહારમાં માન.વડાપ્રધાનના પૂજનીય માતા વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને અપમાનિત કરવામાં આવ્યા છે, તેના વિરોધમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા અને…

બિહારમાં માન.વડાપ્રધાનના પૂજનીય માતા વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને અપમાનિત કરવામાં આવ્યા છે, તેના વિરોધમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા અને વિરેન્દ્રસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, શહેર યુવા મોરચા પ્રમુખ કિશનભાઈ ટીલવા રાજકોટ શહેરના મહિલા કોર્પોરેટરની આગેવાનીમાં બિહારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી વિશે અપમાનજનક અભદ્ર ભાષાનો ઉપયોગ કરી દેશની સમગ્ર માતૃશકિતનું અપમાન કરવામાં આવ્યું છે, આ તકે મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજા માતાનું અપમાન સહન નહીં કરે, કોંગ્રેસના નેતાઓએ દરેક ભારતીય નાગરિકનું અપમાન કરેલ છે અને કોંગ્રેસની મહિલા વિરોધી માનસિકતા છતી કરી છે.

આ તકે મહિલાઓએ કાંગ્રેસના રાહુલ ગાંધી હાય-હાય ના નારા લગાવ્યા હતા. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ અપમાનજનક અભદ્ર ભાષા વિરૂૂધ્ધ રાજકોટના કિશાન પરા ચોક ખાતે ધરણા અને વિરોધ બેનર અને પ્લેકાર્ડ સહિત પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમના અંતે રાજકોટ કલેકટરને અભદ્ર ભાષાના વિરોધમાં રાજકોટ શહેર પ્રમુખ ડો.માધવ દવે, મેયર નયનાબેન પેઢડીયા, મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માકડીયા અને યુવા મોરચા પ્રમુખ કિશન ટીલવા, રાજકોટના મહિલા કોર્પોરેટરઓ સહિતનાએ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. આ તકે રાજકોટ શહેર હોદ્દેદારો, રાજકોટના કોર્ષોરેટરઓ, મોરચાના હોદ્દેદારો સહિત તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *