ગોંડલ નેશનલ હાઇવે માર્કેટયાર્ડ નજીક જેતપુર નવાગઢ થી એકટીવા પર અમદાવાદ જઈ રહેલો યુવાન અકસ્માત નો ભોગ બન્યો હતો.એકટીવા સ્લિપ થતા ફંગોળાઇ ને રોડ પર પટકાયો હતો. એ સમયે પાછળ થી આવી રહેલું અજાણ્યું વાહન યુવાન પર થી પસાર થતા તેનું કરુણ મોત નિપજ્યું હતું.બનાવ બાદ મૃતદેહ ને ગોંડલ ની સરકારી હોસ્પિટલ ખસેડી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.પ્રાપ્ત વિગત મુજબ જેતપુર નાં નવાગઢ નાગબાઇ સોસાયટી માં રહેતા અને અમદાવાદ બાવળા નજીક એગ્રિકલ્ચર દવા ની ફેક્ટરી માં કામ કરતાં કરણસિંહ ભોજુભાઇ બાબરીયા ઉ.35 સવારે એકટિવા સ્કુટર લઇ અમદાવાદ જવા નિકળ્યાં હતા.સવારે અગીયાર માં સુમારે ગોંડલ નેશનલ હાઇવે માર્કેટ યાર્ડ નજીક માલધારી હોટલ સામે અચાનક એક્ટિવા સ્લિપ થતા કરણસિંહ રોડ પર પટકાયા હતાં.
એ સમયે પુરજડપે પાછળ ધસી આવેલું અજાણ્યું વાહન કરણસિંહ પર થી પસાર થતા ગંભીર ઇજાઓ ને કારણે તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.બનાવ નાં પગલે રોડ પર લોકોનાં ટોળા એકઠા થયા હતા.અકસ્માત નો ભોગ બનનાર કરણસિંહ ને ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડાયાં હતાં. અકસ્માત ની જાણ થતા પોલીસ દોડી આવી હતી.અને મૃતક નાં ખિસ્સા માં રહેલા આધારકાર્ડ નાં આધારે તેનાં પરિવાર ને જાણ કરી હતી. મહાશિવરાત્રી નાં સપરમાં દિવસે અકસ્માત નો ભોગ બનેલા કરણસિંહ પરણિત હતા.ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતાં.બે વર્ષ થી અમદાવાદ નજીક બાવળા પાસે આવેલી એગ્રિકલ્ચર દવાની ફેકટરી માં કામ કરતા હતાં.પત્નિ સાથે ફેકટરી નાં ક્વાર્ટર માં રહેતાં હતાં.જેતપુર કાકાની દિકરી નાં લગ્ન હોય પત્નિ સાથે જેતપુર આવ્યાં હતાં.લગ્ન પ્રસંગ પુરો થતા તેમનાં પત્નિ જેતપુર રોકાયા હતા.અને કરણસિંહ અમદાવાદ પરત જઇ રહ્યા હતાં. પરિવાર માં બે ભાઇ તથા બે બહેન હોવા નું જાણવાં મળેલ હતું. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
