અમદાવાદમાંથી ઝડપાયેલ ડ્રગ્સનું પગેરું આંબેડકરનગર જિલ્લામાં નીકળ્યું, 6 કિલો મેફેડ્રોન અને 50 કિલો લિક્વિડ મેફેડ્રોનના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ
ગુજરાત એટીએસની ટીમે ઉત્તર પ્રદેશમાં મોટી કાર્યવાહી કરી છે. ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જીલ્લામાં દરોડો પાડી ડ્રગ્સની ફેકટરી ઝડપી પાડી હતી જ્યાંથી ગુજરાત એટીએસની ટીમે 6 કિલો મેફે ડ્રોન ડ્રગ્સ અને રો મટિરિયલ્સ જપ્ત કર્યું હતું. ગુજરાત એટીએસની ટીમે ડ્રગ્સ ના જથ્થા સાથે બે આરોપીને ધરપકડ કરી હતી.
ગુજરાત એ.ટી.એસ. દ્વારા ગત તા.01/03 2026 ના રોજ અમદાવાદ ખાતે દાણીલીમડા વિસ્તારમાં આરોપી શફાતઅહેમદ ઉર્ફે ચાંદ મોહમંદ ઇસ્તિયાક ફારૂૂકી નાઓના કબ્જામાંથી ગેરકાયદેસર માદક પદાર્થના 4.6 ગ્રામના જથ્થો પકડી પાડેલ. જે ગુનાહિત પ્રવૃતિમાં સામેલ કુલ આરોપી શફાતઅહેમદ ઉર્ફે ચાંદ મોહમંદઇસ્તિયાક ફારૂૂકી (રહે. મકાન નંબર 24, પુજારીની ચાલી, હાથીખાઇ ચાર રસ્તા પાસે, ગોમતીપુર અમદાવાદ) તથા આ મેફેડ્રોનનો જથ્થો તેને વેચાણ આપનાર આરોપીઓ સોહીલ ઉર્ફે ભુરા મુનીરભાઇ મીર્ઝા (ઉ.વ. 25 ધંધો. વેપાર રહે.223, નુર-એ-અહેમદી સોસાયટી, ઝારા ફ્લેટની સામે, દાણીલીમડા, શાહઆલમ, અમદાવાદ) અને ફરહાન ઉર્ફે ભુરા ફૈજુલ્લાખાન પઠાણ (ઉ.વ.38 ધંધો.રીક્ષા ડ્રાઇવીંગ રહે. ઘર નં-4, આશ્માં ડુપ્લેક્ષ, સરતાજનગર, બોમ્બે હોટલ પાસે, બેરલ માર્કેટ, દાણીલીમડા, અમદાવાદ નાઓ) ની ધરપકડ કરી ગુનામાં સંડોવાયેલ આરોપીઓની પુછપરછ દરમ્યાન સોહીલ ઉર્ફે ભુરા મુનીરભાઇ મીર્ઝા નાઓને મેફેડ્રોનનો 300 ગ્રામ જથ્થો પંકજ તથા કપીલ નામના ઇસમો જોડેથી પ્રાપ્ત થયેલ.જે ઉત્તરપ્રદેશના આંબેડકરનગર જીલ્લા ખાતે ગેરકાયદેસર રીતે મેફેડ્રોન બનાવવાનું કામ કરી રહ્યા હોવાનું ખુલ્યું હતું.
ઉત્તરપ્રદેશનો આંબેડકરનગર વિસ્તાર અંતરિયાળ હોવાથી પોલીસ અધિક્ષક કે.સિધ્ધાર્થ નાઓના માર્ગદર્શનથી નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ.ચૌધરી નાઓની આગેવાનીમાં એ.ટી.એસ.ના સ્ટાફની એક એડવાન્સ ટીમ બનાવી 12 દિવસથી વિવિધ શંકાસ્પદ જ્ગ્યાઓ ઉપર વિવિધ રીતે કવર લઈ સતત નિરિક્ષણ રાખવામાં આવેલ હતું. જે દરમ્યાન રામનગર કરૈ ખાતેના એક પતરાના શેડમાં પંકજ અને કપીલ દ્વારા અસામાન્ય ગતિવિધી કરાતી હોવાનું જણાત એ.ટી.એસ.ના પી.આઈ પી.બી.દેસાઈ, પીએસઆઈ બી.ડી.વાઘેલા, પીએસઆઈ મનિષ પટેલ, એએસઆઈ વિરેન્દ્રસિંહ કેશરીસિંહ, સુરેશભાઈ જીવનભાઈ, નિતેશકુમાર વલાભભાઈ, અતુલ રામજીલાલ મિશ્રા, યુવરાજસિંહ ઇન્દ્રસિંહ, ખેનગરભાઈ રમેશભાઈ તથા ધર્મેન્દ્ર સેમાભાઈ ટીમ બનાવી ઉત્તરપ્રદેશ પોલીસની મદદથી આંબેડકર નગર, ઉત્તરપ્રદેશના રામનગર કરૈ ગામની સીમામાં મરઘા ફાર્મ ખાતે રેઈડ કરતા એક પતરાના શેડમાં ચાલુ હાલતમાં મેફેડ્રોન બનાવતી ફેક્ટરી સાથે પ્રતિબંધિત 06 કિલો મેફેડ્રોન તથા 50 કિલો લિક્વિડ મેફેડ્રોન, 88 કિલો 2-બ્રોમો-4-મેથાઇલ પ્રોપિઓફેનોન મળી આવ્યું હતું (જેને 11 માર્ચ 2026 થી ગઉઙજ અધિનિયમ હેઠળ નિયંત્રિત પદાર્થ તરીકે તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે) તથા અન્ય 200 કિલો રો-મટિરિયલ અને કેમિકલ સાથે કબ્જે કરી બન્ને આરોપીઓ કપીલદેવ ચેદીલાલ શર્મા ઉ.વ. 31, અભ્યાસ.:12 પાસ, રહે. ચુરવનપુર, બેનિ ગડૌપુર, ઉત્તરપ્રદેશ તથા રામશંકર ઉર્ફે પંકજ પરશુરામ ઉ.વ. 30 અભ્યાસ:10 પાસ, રહે. ચુરવનપુર, બેનિ ગડૌપુર, ઉત્તરપ્રદેશ નાઓની અટકાયત કરી ગુજરાત લાવવમાં આવ્યા છે.
