માળીયાના દહિંસરા ગામના ખેડૂતે કંપની સાથે વિશ્ર્વાસઘાતની ફરિયાદ નોંધાવી
માળિયાના મોટા દહીંસરા ગામની સીમમાં આવેલ ખેતરમાં દરવાજા અને પાકને નુકશાન કરી ખેડૂતની સંમત્તિ વગર વળતર જેટકો કંપનીનો 132 કેવી વીજલાઈનનો થાંભલો નાખી ખેડૂતને વળતર નહિ ચૂકવી પંચક્યાસમાં ખોટી સહીઓ કરી તેનો ઉપયોગ કરી ખેતરના માલિકને બદલે અન્યને રૂૂ 2.66 લાખ વળતર ચૂકવી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે.
માળિયાના મોટા દહીંસરા ગામના વતની હાલ તીર્થરાજ મધુવાન પાર્ક શેરી 5 રાજકોટ રહેતા જયસુખભાઈ રામજીભાઈ અવાડીયા (ઉ.વ.61) વાળાએ જેટકો કંપનીના જવાબદાર અધિકારી/કર્મચારી, જેટકો કંપનીના અધિકારી જે એમ વીરમગામા નાયબ ઈજનેર જેટકો, પંચક્યાસ ક્રમ નં 1 સહી કરનાર માણસ અને પંચક્યાસમાં ક્રમ નં 2 સહી કરનાર માણસ એમ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી રાજકોટ જીલ્લા પંચાયતમાં ટેકનીકલ આસીસ્ટન્ટ તરીકે નોકરી કરતા હતા અને વર્ષ 2023 માં નિવૃત થયા છે માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામે ખીરસરા ગામના રોડ પર વારસાગત જમીન સર્વે નંબર 576/1 પૈકી 2 ની હે.આર.ચો. 1,57,83 ની જમીન આવેલ છે તેમાં ખેતીકામ કરે છે.
વર્ષ 2018 માં રાજકોટ પોતાની ઓફિસે હોય ત્યારે જેટકો કંપનીના અધિકારી જીતેન્દ્ર મુળજીભાઈ વિરમગામ અને મહેશ કેશવજી ચીખલીયા બંને અધિકારીઓ આવ્યા અને વાત કરી કે મોટા દહીંસરા ગામની સીમ વિસ્તારમાંથી જેટકો કંપનીની 132 કેવી વિજ્લૈન પસાર થાય છે જે લાઈન પૈકી એક વીજ પોલ નંબર અઙ-4 તમારી મોટા દહીસરા ગામની ખીરસરા ગામના રોડ પર આવેલ જમીન સર્વે નં 576/1 પૈકી 2 વાળી જમીનમાં નાખેલ છે અને તાર નાખવાનું કામ હજુ કરવાનું છે જણાવતા જેટકો કંપનીના અધિકારીને કહેલ કે હવે કોઈ આગળ કામ કરતા નહિ તમોએ થાંભલો નાખેલ છે તેમાં મારી સંમત્તિ લીધી નથી જેથી જેટકો અધિકારીએ હજુ તારા ખેતરમાં તાર પણ નીકળશે કહ્યું હતું જેથી ફરિયાદી અને માતા દેવીબેન બંને જમીને આંટો મારવા ગયા હતા જોયું તો જમીનમાં ખીરસરા ગામના રોડ તરફના ભાગે ઉત્તર પશ્ચિમના ભાગે જેટકો કંપની દ્વારા ખેતરમાં જવાના રોડ પર ખેતરમાં જવાના રસ્તાના દરવાજા તોડી ખેતરના પાકને નુકશાન કરી વીજપોલ નંબર અઙ-4 નો થાંભલો ઉભો કરેલ જોવા મળ્યો હતો જેની તપાસ કરતા થાંભલો નાખવા બાબતે કોઈ મંજુરી લીધી નથી અને ખેતરના પ્રવેશ માર્ગ પર નાખેલ થાંભલા બાબતે કોઈ નોટીસ આપી ના હતી.
જેથી કલેકટર, જીલ્લા પોલીસવડાને ખેતરમાં ગેરકાયદે થાંભલો નાખવા બાબતે અરજી આપી હતી અને અમારી ગેરહાજરીમાં જમીનમાં તાર પણ પસાર કરી દીધા હતા બાદમાં મોટા દહીંસરા ગામની સીમમાં જેટકો કંપનીની 132 કેવી વીજલાઈન નીકળતી હોય જે વીજ લાઈનના થાંભલાનું વળતર ચુકવવા માટે કરવામાં આવેલ પંચકયાસો કરવામાં આવેલ જે અંગે આર.ટી.આઈ કરી જેટકો કંપનીમાંથી વિગતો માંગતા તા. 13-07-2018 થી 17-07-2018 સુધીના કુલ 14 પંચ કયાસો કરવામાં આવેલ જેમાં વીજ પોલ નં ફા-4 ના પંચક્યાસમાં વળતર આપવાના નુકશાનીમાં અમારી જમીનના સર્વે નંબર 576/1 પૈકી 2 ના બદલે સર્વે નંબર 576/1/પૈકી 1 વાળાના માલિક કચરા લાખાને રૂૂ 2,66,915 વળતર ચુક્વ્યાનું લખાણ જોવા મળ્યું હતું.
