સાંઢિયા પુલની કામગીરી દરમિયાન જેસીબી પલટી ગયું

શહેરના જામનગર રોડ પર સાંઢિયા પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન આજે સવારે ઓવરબ્રિજની કામગીરી વેળાએ જેસીબી પુલ ઉપર જતુ હતું ત્યારે કોઇ કારણસર…

શહેરના જામનગર રોડ પર સાંઢિયા પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન આજે સવારે ઓવરબ્રિજની કામગીરી વેળાએ જેસીબી પુલ ઉપર જતુ હતું ત્યારે કોઇ કારણસર પુલની સાઇડમાં નીચે પલટી ગયું હતું. આ બનાવમાં જેસીબીના ડ્રાઇવરને ઇજા પહોંચી હતી. સદ્નસીબે જ્યાં જેસીબી પડ્યું ત્યા કોઇ હાજર ન હોવાથી જાનહાની થઇ ન હતી. બનાવની જાણ થતા કોર્પોરેશન અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઇજાગ્રસ્ત ડ્રાઇવરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *