દ્વારકાધીશ જગતમંદિરમાં રવિવારે જયેષ્ઠાભિષેક મહોત્સવ

દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી તા.28-06-2026 ને રવિવારના રોજ જેષ્ઠાભિષેક (ખુલ્લાં પડદે સ્નાન) કરવામાં આવશે. જગતમંદિરમાં દર વર્ષે જેઠ માસમાં જયેષ્ઠા નક્ષત્રમાં શ્રીજીની મંગલા આરતી બાદ જયેષ્ઠાભિષેક…

દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી તા.28-06-2026 ને રવિવારના રોજ જેષ્ઠાભિષેક (ખુલ્લાં પડદે સ્નાન) કરવામાં આવશે. જગતમંદિરમાં દર વર્ષે જેઠ માસમાં જયેષ્ઠા નક્ષત્રમાં શ્રીજીની મંગલા આરતી બાદ જયેષ્ઠાભિષેક કરવામાં આવે છે. રવિવારે મંગલા આરતી બાદ સવારે 8:00 કલાકે ઠાકોરજીનો જયેષ્ઠાભિષેક કરાશે. જેમાં શ્રીજીનુ ઋતુનુસાર અમૃત (આંબા) તેમજ દ્વારકાના અઘોર કુંડના પવિત્ર જલથી જલાભિષેક કરવામાં આવશે. વારાદાર પૂજારીઓ દ્વારા સાંજના સમયે શ્રીજીના બાલ સ્વરૂૂપ ગોપાલજીને મંદિરના ગર્ભગૃહથી બહાર નિજસભામાં નૌકાવિહાર કરાવવામાં આવશે.

જયેષ્ઠાભિષેક ઉત્સવ વિશે માહિતી આપતા દ્વારકાધીશ મંદિરના પૂજારીએ જણાવેલ કે વર્ષમાં જન્માષ્ટમી અને જયેષ્ઠ પૂર્ણિમાં એમ માત્ર બે વખત જ ઠાકોરજીને ખુલ્લાં પડદે અભિષેક સ્નાન કરાવવામાં આવે છે જેમાંનો એક જયેષ્ઠાભિષેક ઉત્સવ હોય જેનું વિશેષ મહત્ત્વ છે. બહારગામથી પધારેલ ભાવિકો તેમજ બહોળી સંખ્યામાં સ્થાનીકો અને ઓનલાઈનના માધ્યમથી લાખો શ્રધ્ધાળુઓ જયેષ્ઠાભિષેક તેમજ ત્યારબાદ સાંજના સમયે બાલસ્વરૂૂપના નૌકાવિહાર દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવશે.

જગતમંદિરમાં શ્રીજીના જયેષ્ઠાભિષેક ઉત્સવ નિમિતે જલયાત્રા ઉત્સવની પૂર્વ તૈયારી રૂૂપે આજે શનિવારે જગતમંદિરના પૂજારી પરિવારના પુરૂૂષો તથા મહિલાઓ દ્વારા ચાંદીના બેડાં, ચાંદીની તાંબડી તેમજ વિવિધ ચાંદીના વાસણોમાં દ્વારકાના અતિ પ્રાચીન અને પવિત્ર શ્રી ભદ્રકાલી માતાજીના મંદિર પાસેના અઘોર કુંડમાંથી પૂજા કરી કુંડના પવિત્ર જલને શાસ્ત્રોકત વિધિથી બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે દ્વારકા શહેરના રાજમાર્ગો પર થઈ જગતમંદિર ખાતે લઈ જવામાં આવી હતી.

ગ્રીષ્મ ઋતુમાંથી વર્ષા ઋતુ આવતી હોય આ પવિત્ર જલને વિવિધ ઔષધિયુકત બનાવી રાત્રિ અધિવાસન કરી રવિવારે આ પવિત્ર જલથી ઠાકોરજીને જલાભિષેક કરાશે તેમજ સાંજના સમયે જગતમંદિરમાં પવિત્ર જલથી જલ કુંડ (હોજ) ભરવામાં આવશે જેમાં ભગવાનનું બાલ સ્વરૂૂપ ગોપાલજીને નાવમાં બિરાજમાન કરી નૌકા ઉત્સવ એટલે કે જલયાત્રા ઉત્સવ મનોરથની ઊજવણી કરાશે જેનો લાભ દેશવિદેશના ભાવિકોને પ્રત્યક્ષ તેમજ ઓનલાઈનના માધ્યમથી મળશે.

જગતમંદિરમાં ઠાકોરજીના દર્શન સમયમાં ફેરફાર
રવિવારે જગતમંદિરમાં શ્રીજીના જેષ્ઠાભિષેક ઉત્સવ નિમિતે ઠાકોરજીના નિત્યક્રમમાં જરૂૂરી ફેરફાર નોંધાયો છે. જે મુજબ શુક્રવારે મંગલા આરતી બાદ ઠાકોરજીને ખુલ્લાં પડદે સ્નાન સવારે 8:00 થી 9:00 સુધી યોજવામાં આવનાર છે. શૃંગાર આરતી તેમજ અનોસર (બંધ) નિત્યક્રમાનુસાર યોજાશે. ઉત્સવ તેમજ ઉત્થાપન દર્શન સાંજે 5 કલાકે, જલયાત્રા (નૌકાવિહાર) દર્શન સાંજે 9:30 સુધી યોજવામાં આવનાર છે. તા.ર9ના સોમવારે પૂનમ નિમિત્તે મંગલા આરતી સવારે 6 કલાકે યોજવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *