જસદણના રત્ન કલાકારને મંદી નડતાં દારૂનો ધંધો શરૂ કર્યો, 138 બોટલ કબજે

ખાનપર ગામની વાડીમાં 138 બોટલ વિદેશી દારૂનો જથ્થો છૂપાવ્યો હતો જસદણ તાલુકાના ખાનપર રોડ પર ગ્રામ્ય એલસીબીની ટીમે રત્નકલાકારની વાડીની ઓરડીમાં દરોડો પાડીને સ્થળ પરથી…

ખાનપર ગામની વાડીમાં 138 બોટલ વિદેશી દારૂનો જથ્થો છૂપાવ્યો હતો

જસદણ તાલુકાના ખાનપર રોડ પર ગ્રામ્ય એલસીબીની ટીમે રત્નકલાકારની વાડીની ઓરડીમાં દરોડો પાડીને સ્થળ પરથી રૂૂ. 59,754ની કિંમતની 138 બોટલ દારૂૂ તથા રૂૂ. 5,000ની કિંમતનો મોબાઈલ મળી કુલ રૂૂ. 64,754નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રત્નકલાકારને હીરાઘસવામાં મંદી આવતા તેણે દારૂૂનો ધંધો શરૂ કર્યો
મળતી વિગતો અનુસાર, રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમ જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ખાનપર ચોકડી પાસે પહોંચતા જ બાતમીદાર તરફથી ચોક્કસ માહિતી મળી હતી કે, જસદણના કૈલાશનગર વિસ્તારમાં રહેતો અને હીરાઘસવાનું કામ કરતા કલ્પેશ પ્રવિણભાઈ ચોહલીયા ખાનપર રોડ પર આવેલી પોતાની વાડીની ઓરડીમાં બહારથી વિદેશી દારૂૂનો જથ્થો લાવી વેચાણ અર્થે સંગ્રહ કરી રહ્યો છે.

બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કલ્પેશ પ્રવિણભાઈને 138 બોટલ વિદેશી દારૂૂ સાથે ઝડપી લીધો હતો. જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી ગ્રામ્ય એલ.સી.બી.ના પી.આઈ જે.પી.રાવ,પીએસઆઈ કે.એમ.ચાવડા, પીએસ આઈ એચ.સી.ગોહીલ, પીએસઆઈ આર.વી.ભીમાણી, પીએસઆઈ પી.એન.ભરવાડ સાથે એએસઆઈ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, અનિલભાઇ ગુજરાતી , પ્રહલાદસિંહ રાઠોડ, ભગીરથસિંહ જાડેજા ,ધર્મેન્દ્રભાઇ ચાવડા , રણજીતભાઇ બોરડ , વીજયભાઇ ખડીયા , ભાવેશભાઇ મકવાણા , વીજયભાઇ સીંહાર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *