લોધીકાના રાતૈયા ગામથી ઉપલેટા જતી વખતે બાઇકમાં ચૂંદડી ફસાઇ જતા બન્યો બનાવ
લોધીકાના રાતૈયા ગામે રહેતા પ્રૌઢા ઉપલેટા ગામે પુત્રીના ઘરે આંટો મારી પરત ફરેલી જનેતાની ચુંદડી બાઇકમા ફસાતા પુત્રના બાઇક પરથી અકસ્માતે પટકાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢાનુ મોત નિપજતા પરિવારમા શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ લોધીકા તાલુકાના રાતૈયા ગામે રહેતા મંજુબેન કેશુભાઇ મકવાણા નામના પ0 વર્ષના પ્રૌઢા પરમ દિવસે પુત્ર કિશન મકવાણાના બાઇક પાછળ બેસી ઉપલેટા રહેતી પુત્રી સોનલબેનના ઘરે આટો મારીને પરત આવતા હતા ત્યારે ઉપલેટાના ઇશરા ગામ પાસે મંજુબેન મકવાણા અકસ્માતે પુત્રના બાઇક પરથી નીચે પટકાતા ઇજા પહોંચી હતી.
ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢાએ રાજકોટ સારવારમા દમ તોડતા પરિવારમા ગમગીની છવાઇ જવા પામી છે. પ્રાથમીક પુછપરછમા મૃતક પ્રૌઢાને સંતાનમા બે પુત્ર અને એક પુત્રી છે. પુત્રીને મળીને પરત આવતી વખત ચુંદડી બાઇકમા ફસાઇ જતા ઘટના ઘટી હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે ઉપલેટા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.