શહેરમાં રૈયાધાર વિસ્તારમાં ઇન્દિરાનગર પાસે રાણીમા રૂૂડીમા ચોકમાં રહેતા પ્રોઢા પુત્રવધુને બ્યુટી પાર્લરની દુકાન ચાલુ કરવવા માટે સગા સંબંધી પાસે રૂૂપિયા લેવા ગયા હતા જે બંને પુત્રને નહીં ગમતા જનેતાને માર માર્યો હતો. પ્રોઢાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રૈયાધાર વિસ્તારમાં ઇન્દિરાનગર પાસે આવેલા રાણીમાં રુડીમાં ચોકમાં રહેતા લીલાબેન ડાયાભાઈ જાદવ નામના 50 વર્ષના પ્રોઢા રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે પુત્ર લલિત અને પ્રકાશએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. પ્રોઢાને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં હુમલાખોર બંને શખ્સો લીલાબેન જાદવના પુત્ર છે અને પુત્ર પ્રકાશની પત્ની પૂજાબેનને બ્યુટી પાર્લર ચાલુ કરવાનું હતું જે દુકાનની વ્યવસ્થા માટે સગા સંબંધી લીલાબેન જાદવ રૂૂપિયા લેવા માટે ગયા હતા જે બંને પુત્રને નહીં ગમતા માતા લીલાબેન જાદવ ઉપર હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં સંત કબીર રોડ પર શક્તિ સોસાયટીમાં રહેતી કૃપાલીબેન પ્રદીપભાઈ જાંબુડીયા નામની 20 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. યુવતીની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
