એસપીની આગેવાનીમાં 4 ડીવાયએસપી, 24 પીઆઇ, 35 પી.એસ.આઇ સહિત 700નો પોલીસ સ્ટાફ, 8 ચેકપોસ્ટ ઊભી કરાઈ
જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ના માર્ગદર્શન મુજબ 31 ડિસેમ્બર ની જામનગર જીલ્લાના નાગરીકો શાંતિમય માહોલમાં ઉત્સાહભેર ઉજવણી કરી શકે તે અનુસંધાને પોલીસ દ્વારા સુચારૂૂ આયોજન કરી, વિશેષ પોલીસ અધિકારી ઓ/કર્મચારીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામા આવનાર છે. જ્યારે ગઈકાલે પણ કડક ચેકીંગ કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લામાં 31 ડિસેમ્બર ની ઉજવણી બંદોબસ્ત માં જામનગર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની ની અધ્યક્ષતામાં 4 ડીવાયએસપી 24 પીઆઇ,. અને. 35 પીએસઆઇ મળી કુલ – 63 પોલીસ અધિકારી ઓ તથા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાન/ગ્રામ્ય રક્ષક દળ તથા ટ્રાફિકના પોલીસ સ્ટાફ મળી કુલ-600 કર્મચારી સહિત જામનગર જીલ્લામાં આશરે-700 પોલીસ અધિકારી ઓ તથા કર્મચારી સ્ટાફ દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવશે. જેમાં બોડી બોર્ન કેમેરા , બ્રિથએનાલાઇઝર નો પણ ઉપયોગ કરવામાં આવશે.
આ ઉજવણી અન્વયે બંદોબસ્તમાં પ્રોહીબિશનની પ્રવૃત્તિને સદંતર ડામવા 206 બોડી બોર્ન કેમેરા , તેમજ બાવન બ્રિથ એનાલાઝર નો ઉપયોગ કરીને તેમજ ચેક પોસ્ટ પર સઘન ચેકિંગ ની કાર્યવાહી કરવામાં આવશે. તથા જાહેર રોડ ઉપર પસાર થતા વાહન ચાલકોને ચેક કરી નશો કરનાર ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉજવણી બંદોબસ્ત અનુસંધાને જિલ્લામાં 8 ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવેલ છે. જે ચેક પોસ્ટ ખાતે સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવશે. જામનગર જિલ્લામાં મહિલાઓની સુરક્ષા માટે 16 ’શી’ ટીમ તથા એન્ટી રોમિયો સ્કવોડ ની ટીમો કાર્યરત કરીને બંદોબસ્ત જાળવવામાં આવશે. જામનગર જીલ્લા પોલીસ દ્વારા ફોરવહીલ – 30, તથા 112 જનરક્ષકની બોલેરો – 27, તથા પોલીસ બાઇક – 80 સહિત કુલ – 137 વાહનો તથા માઉન્ટેડ યુનિટ ધોડેશ્વાર સાથે બંદોબસ્ત અંગે પેટ્રોલિંગ રાખવામાં આવશે.
એલસીબી ટીમ દ્વારા જીલ્લાના પ્રોહીબિશન બુટલેગર / પ્રોહીબિશનની પ્રવુત્તિ કરનાર ઈસમો ઉપર ખાસ વોચ રાખી ચેક કરવામાં આવશે તેમજ ઈવેન્ટ યોજનાર તમામ રિસોર્ટ તેમજ ફાર્મ હાઉસ પર કડક ચેકિંગનું આયોજન કરવામાં આવનાર છે. એસ ઓ જી ટીમ દ્રારા ડ્રગ્સ ડીટેકશન કીટ દ્રારા નશીલા પદાર્થોનુ સેવન કરનાર ઇસમો ઉ5ર વોચ રાખવામા આવશે. સાયબર ટીમ દ્વારા સોશિયલ મિડીયા પર સતત મોનિટરીંગ રાખવામાં આવશે તેમજ વાંધાજનક પોસ્ટ મુકનાર વ્યક્તિ ઉપર ત્વરિત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ ટિમ દ્રારા જાહેર જગ્યા, હોટલ, ધાબા, ટુરીસ્ટ સ્થળ, ગેસ્ટ હાઉસ, ભીડભાડ વાળી જગ્યાઓ તથા ઇન્ડ્રસ્ટીઝ એરીયાઓમાં સર્વેલન્સ સ્કવોડથી ચેકીંગની કાર્યવાહી કરવામા આવશે. વધુમાં જામનગરના નાગરીકો શાંતિપુર્વક તેમજ ઉત્સાહભેર ઉજવણી કરી શકે તેના માટે તા.30/12/2025 તથા તા.31/12/2025 બે દિવસ માટે જામનગર જીલ્લામાં સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરી, જીલ્લામાં પ્રોહીબિશનની અસામાજીક પ્રવૃત્તિ કરતા ધંધાર્થીને ચેક કરી તેઓની પ્રવૃત્તિ ઉપર ખાસ નજર રાખી ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર ઇસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
જામનગર જિલ્લાનાં પ્રોહીબિશન બુટલેગર્સ તથા પ્રોહીબિશનનાં ધંધામાં પકડાયેલ ઇસમો ઉપર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ તથા પેરોલ એબસ્કોન્ડર સ્કોડ તથા સર્વેલન્સ સ્કવોડ ની સ્પેશયલ ટીમોની રચના કરીને વોચ રાખવામાં આવશે.જામનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂૂમ ખાતે ત્વરિત પ્રતિસાદ અને મદદ મળી રહે, તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ ટીમ દ્વારા મોનિટરિંગ રાખવામાં આવશે.
